શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 16 એપ્રિલ 2014 (18:23 IST)

નેશનલ એવોર્ડ : જોલી LLBને બેસ્ટ હિન્દી ફિલ્મ

:
બોલીવૂડ સાથે સંકળાયેલા લોકોનું સપનું નેશનલ એવોર્ડ એટલેકે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવવાનું સપનું હોય છે. આજે 61માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર(નેશનલ એવોર્ડ)ની જાહેરાત કરી દેવામાં આવી છે. આનંદ ગાંધીની ફિલ્મ શિપ ઓફ થીસિસયસને બેસ્ટ ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે. જોલી એલએલબીને બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે તો ભાગ મિલ્ખા ભાગને સૌથી મનોરજંક ફિલ્મ તરીકે પસંદ કરાઈ છે.
 
ફિલ્મ શાહિદને બે મોટા એવોર્ડ મળ્યા છે. હંસલ મહેતાને બેસ્ટા ડાયરેક્ટ તથા રાજકુમાર યાદવને બેસ્ટ એકટર તરીકે પસંદ કરાયા છે. સૌરભ શુક્લાને ફિલ્મ જોલી એલએલબી માટે બેસ્ટ સપોર્ટિંગ એકટરનો ખિતાબ આપવામાં આવ્યો છે. ફિલ્મ ચિડિયા ઉડ માટે પ્રાંજલ દુઆને બેસ્ટ ડાયરેકટર તરીકે પસંદ કરાયો છે. બેસ્ટ ડાયલોગ માટે મરાઠી ફિલ્મ અસ્તુને એવોર્ડ મળ્યો છે.
 
સામાજિક મુદ્દાઓ માટે માધુરી દીક્ષિતની ફિલ્મ ગુલાબી ગેંગની સર્વશ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ ફિલ્મ મહિલા સંગઠન ગુલાબી ગેંગની વાર્તા પરથી બની હતી. બેસ્ટ ડિઝાઈન માટે મિસ લવલી, બેસ્ટ કોરિયોગ્રાફી માટે ભાગ મિલખા ભાગ અને બેસ્ટ સ્પેશિયલ ઈફેક્ટ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાયેલી ફિલ્મ જલને એવોર્ડ આપવામાં આવ્ચો હતો. 
 
નોન ફીચર ફિલ્મ કેટેગરી માટે રંગભૂમિને સર્વશ્રેષ્ઠ જાહેર કરવામાં આવી હતી. કોફિન મેકર બેસ્ટ ઈંગ્લિશ ફિલ્મ જાહેર થઈ હતી. સંગીતમાં ફીમેલ પ્લેબેક સિંગર મરાઠી ફિલ્મ કોડા કોડાની ગાયિકા બેલા શિંદેને મળ્યો હતો. જોન અબ્રાહમની ફિલ્મ મદ્રાસ કૈફે બેસ્ટ સાઉંડ ડિઝાઈનનો એવોર્ડ મળ્યો હતો.