શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By નઇ દુનિયા|

મુગ્ઘાની રાસલીલા

N.D
ફિલ્મ ફેશનથી બોલીવુડમાં પગલુ મુકનાર મુગ્ધા ગોડસેનુ નસીબ પલટાઈ રહ્યુ છે. ફિલ્મ ફેશનના જ નિર્દેશક મધુર ભંડારકર તેમના પર વધુ મેહરબાન થઈ રહ્યા છે અને એ જ કારણ છે કે તેમણે મુગ્ઘાને પોતાની આગામી ફિલ્મ જેલમાં પણ લીધી છે. ફિલ્મ જેલમાં નીલ નિતિન મુકેશ મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત મનોજ વાજપેયીએ પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે. ફિલ્મની નાયિકાના રૂપમાં મુગ્ધાએ પોતાની તરફથી ખૂબ જ મહેનત કરી છે. ફિલ્મ વિશે તેણે જણાવ્યુ કે જેલમાં તેની ભૂમિકા ગ્લેમરસ નથી અને ફિલ્મમાં મેકઅપ પણ ખૂબ જ ઓછો કર્યો છે. ફિલ્મ જેલ ઉપરાંત મુગ્ઘાની ફિલ્મ 'ઓલ ધ બેસ્ટ' આવતા મહિને રીલિઝ થવાની છે. એટલુ જ નહી મુગ્ઘાએ ફિલ્મ 'રાસલીલા' પણ સાઈન કરી છે. આ ફિલ્મ વિશે એ વધુ વાત કરવા નથી માંગતી. જો કે આવનારા થોડાક દિવસોમાં મુગ્ધા ઘણી જાહેરાતોમાં પણ જોવા મળશે.