શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated :મુંબઈ , મંગળવાર, 15 જુલાઈ 2014 (14:50 IST)

મોહનજોદડોમાં ઋતિક સાથે પૂજા ઈશ્ક લડાવશે

મોહનજોદડોમાં ઋતિક સાથે પૂજા ઈશ્ક લડાવશે

બોલીવુડના સુપર હીરો ઋતિક રોશન સ્ટાર ફિલ્મ મોહનજોદડોમાં તેની સાથે પૂજા હેગડે અભિનેત્રી તરીકે કામ કરશે. આશુતોષ ગોવારીકરની ફિલ્મમાં તે ઋતિક  સાથે  ઈશ્ક  લડાવતી જોવા મળશે. 
 
લગાન ,સ્વદેશ અને જોધા અકબર જેવી સુંદર ફિલ્મ બાદ ગોવારીકર મોહનજોઅ દડો ફિલ્મના નિર્માણમાં લાગ્યા છે. આ પણ એક સત્ય ઘટના આધારિત ફિલ્મ હોવાથી ગોવારીકર તેમાં કોઈ કચાશ છોડવા માંગતા નથી. 
 
ગોવારીકરે જણાવ્યું હતું  કે પૂજા અભિનેત્રી તરીકે ખૂબ જ ટેલેંન્ટેડ છે અને તે પોતાનો રોલ સારી રીતે સમજે છે. આશુતોષ આ પહેલાં પણ નવોદિત અભિનેત્રીઓને પોતાની ફિલ્મમાં તક આપી ચૂક્યા છે . જેમાં લગાન ફેમ ગ્રેસી સિંહ અને સ્વદેશની જાણીતી થયેલા ગાયત્રી જોશીનો સમાવેશ થાય છે. 
 
મોહનજોદડો ફિલ્મ સિંધુ સંસ્કૃતિની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. રિતિક આ પહેલાં જોધા અકબરમાં આશુતોશ સાથે કામ કરી ચૂકયો છે.