શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 20 નવેમ્બર 2014 (17:57 IST)

શાસ્ત્રી સંગીત ફિલ્મમાથી લુપ્ત થતું જાય છેઃ શાન

રાજકોટ આવેલા બોલીવૂડના જાણીતા ગાયક શાન (શાંતનુ મુખરજી)એ આજે પત્રકારો સાથેના સંવાદમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વોડકાફેઈમ જેવા વલ્ગરટાઈપના ગીતો અંગે તેમણે કહ્યું કે આવા ગીતો લોકપ્રિય થાય છે પણ મારું ગળુ તેના માટે ફીટ નથી. હું તે ગાઈ શકતો નથી. એક સમયે આવા ગીતો સાંભળીને લાગતું કે આ ગીત વધુ સારી રીતે ગાઈ શકાય પણ આજે એનો જમાનો છે.

શાસ્ત્રી સંગીત ફિલ્મમાથી લુપ્ત થતું જાય છે તે અંગે કોઈ કહે કહેતા રહે..જેવા હીટ ગીત ગાયા પછી શાસ્ત્રીય સંગીત શિખવાનું શરુ કરનાર આ ગાયક કલાકારે કહ્યું હવે શાસ્ત્રીય સંગીત અને ફિલ્મી સંગીત જુદા પડી ગયા છે, ફિલ્મોમાં શાસ્ત્રીયસંગીત આવતું નથી માત્ર મજા આવે તેવા ગીતો હોય છે. તેણે કહ્યું કે શાસ્ત્રીયસંગીત શિખ્યા પછી તેમના ગીતોની ગુણવત્તા સુધરી છે.
છેલ્લા ચારેક વર્ષથી ગીતો માટે ઓછી ઓફર મળે છે તેવા આ કલાકાર હવે સંગીત નિર્દેશનમાં ધ્યાન આપે છે. તેમણે કહ્યું કે હવેના સમયમાં સંગીતકાર પર મ્યુઝીક કંપનીથી કલાકાર, ડાયરેક્ટર બધા હાવી થતા હોય છે, અપેક્ષા હોય છે. કિશોરકુમારની વાત દોહરાવીને તેણે કહ્યું અભિનયનો પાયો જુઠ હોય છે, જે નથી તેનો અભિનય કરવાનો છે પણ ગીત મજાકમાં કે એમને એમ ગવાતું નથી, ગીતનો આધાર જ સચ્ચાઈ છે.

ફિલ્મોમાં આવતા આઈટેમ સોંગ કે આઈટેમ ગર્લના ડાન્સ અંગે તેમણે કહ્યું કે લોકો હવે આનાથી કંટાળી ગયા છે અને આ સમય હવે પૂરો થવાના આરે છે. આલ્કોહોલિક, અયોગ્ય શબ્દોવાળા ગીતો લોકો પર થોપવામાં આવે છે, તેની હિમેશ કે હરિસિંહ જેવા ગાયકો પર ટીકાટિપ્પણ ટાળીને કહ્યું મારો, સોનુ નિગમ વગેરેનો એક દૌર હતો, આ પણ એક દૌર છે. માંગ હોતી નથી.
હવે કોઈ ઝડપથી અચાનક ગાયક બની જાય અને ઝડપથી ભુલાઈ પણ જાય છે, તે અંગે તેમણે કહ્યું કે ટેક્નોલોજી એવી વિકસી છે કે ધૂનથી ગીતો લોકપ્રિય થઈ જાય છે. આમીરખાનની ફિલ્મોની તેમણે પ્રશંસા કરી હતી. જીવનમાં ધ્યેય અંગેના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કોઈ ગોલ નથી, વર્તમાનમાં જીવવાની મજા લઉં છું. નાનો હતો ત્યારે પણ ટયુશન વગેરે કરતો પણ કાંઈ નક્કી ન્હોતું કર્યું.

- સાડાચાર વર્ષની ઉંમરે પ્રથમ ગીત ગાયું. મા કોરસમાં ગાતી હતી.
- ગાયનક્ષેત્રે કારકીર્દિ ૧૭ વર્ષની ઉંમરે ૧૯૮૯માં શરુ કરી પણ પ્રસિધ્ધિ ઈ.સ.૨૦૦૦ પછી જ મળી.
- ૧૯૯૭માં નામ ટૂંકુ કરવા શાંતનુ મુખરજીમાંથી 'શાન' નામ પડયું.
- અગાઉ સફળ ગીતો ગાયા પછી ઈ.સ.૨૦૦૩માં શાસ્ત્રીય સંગીત શિખ્યા!
- સાસરુ અમદાવાદમાં છે. પત્નીને ઈમ્પ્રેસ કરવા ક્યું ગીત ગાયું સવાલના ઉત્તરમાં કહ્યું -તું..તું હૈ વહી દિલને જિસે અપના કહા..અબ તો હૈ જીના તેરે બીન હૈ સજા..
- ઈ.સ.૨૦૦૦થી ૨૦૧૦ સુધીમાં ચાંદ સિફારીસ..જબ સે તેરે નૈના વગેરે ગીત માટે બેસ્ટ પ્લેબેન્ક સીંગરના કૂલ ડઝનેક એવોર્ડ મળ્યા છે.