સલમાન સાથે મૈત્રી કરવા માંગુ છુ - વિવેક ઓબેરોય
લાંબા સમય પછી બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય દુનિયાના ટોપ 10 હેંડસમ પુરૂષોમાં પોતાનુ નામ નોંધાવી ચૂકેલ સલમાન સાથે મૈત્રી કરવા માંગે છે. વિવેકે આ વાત નિર્દેશક ફરાહ ખાનના ટોક શો 'તેરે મેરે બીચ મે'માં કહી. વિવેકે કહ્યુ કે તેમને જે પણ ભૂલ કરી એ નાદાનીમાં કરે હતી અને હવે તેઓ બધુ ભૂલાવીને સલમાન તરફ મૈત્રીનો હાથ ધરવા માંગે છે. આમ તો દરિયાદિલ તરીકે ઓળખાત્રા સલમાન હવે વિવેક પર કેટલા મહેરબાન થશે એ તો સમય જ બતાવશે. વિવેક સલમાન સાથે સંબંધો બગાડવા માટે પોતાને જ જવાબદાર ગણાવે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે બંને કલાકારોના સંબંધો અભિનેત્રી એશ્વર્યા રાયને કારણે બગડ્યા હતા.