શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

સેક્સી સેલિનાનો દાવો

IFM
સેલીના જેટલીને છેવટે એક ફિલ્મ 'એક્સીડેંટ ઓન હોલ રોડ' એવી મળી જ ગઈ છે, જેના વિશે એ ચર્ચા કરી શકે. આમ તો ચર્ચા તેની દરેક ફિલ્મની થાય છે, કારણ કે કપડા પહેરવાની બાબતે એ થોડી ઉદાર છે. પરંતુ આ ફિલ્મ થોડી જુદી છે.

સેક્સી સેલિનાનુ કહેવુ છે કે આ ફિલ્મમાં તેને એક મહત્વનો રોલ મળ્યો છે. કંઈક કરી બતાડવાની તક મળી છે. આ રોલ દ્વારા એ સાબિત કરી શકે છે કે એ માત્ર ગ્લેમર ડોલ નથી પરંતુ અભિનય પણ કરી શકે છે. વાત માત્ર તક મળવાની છે. સેલિના આ ફિલ્મમાં પોતાના અભિનાયની ચર્ચા કરી રહી છે. કદાચ પહેલીવાર દર્શકોનુ ધ્યાન તેના શરીર પરથી હટીને અભિનય પર જશે.

આમ તો બોલીવુડમાં આ પ્રકારની વાતો નવી નથી. ઘણીવાર કલાકાર પોતાનો રોલ અને ફિલ્મ વિશે મોટી મોટી વાતો કરે છે કે આવી ફિલ્મ કે આ પ્રકારનો રોલ આજ સુધી દર્શકોએ નહી જોયો હોય, પરંતુ ફિલ્મ જોયા પછી હકીકત સામે આવે છે.

સેલિનાના દાવામાં કેટલો દમ છે એ તો ફિલ્મ રીલિઝ થયા પછી ખબર પડી જ જશે. હિલ રોડ વાળુ એક્સીડંટ જોવા માટે તૈયાર રહો, કારણ કે આ ફિલ્મ થોડાક જ દિવસોમાં સિનેમાઘરોમાં જોવા મળશે.