શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 30 ઑગસ્ટ 2014 (16:46 IST)

હુ જ બનીશ પરફેક્ટ મોદી - પરેશ રાવલ

આ ફ્રાઈડેના રોજ રજૂ થયેલ ફિલ્મ રાજા નટવરલાલમાં એક સ્માર્ટ કૉનનો ઈટ્રસ્ટિંગ રોલ પ્લે કરી રહેલ પરેશ રાવલનુ કહેવુ છે કે તેઓ પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પર બની રહેલી ફિલ્મને લઈને એક્સાઈટે પણ છે અને કોન્ફિડેંટ પણ છે. કારણ કે તેમને પુર્ન વિશ્વાસ છે કે મોદીની લાઈફ પર બેસ્ડ આ ફિલ્મમાં તેમનાથી સારી ચોઈસ કોઈ બીજો નથી હોઈ શકતો. આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં જ થવાનુ છે. સાંભળવા મળ્યુ છે કે ફિલ્મમાં યંગ મોદીનુ કેરેક્ટર વિવેક ઓબેરોય પ્લે કરે એવી શક્યતા છે. 
 
પરેશ રાવલના પ્રોડ્કશનની સેકંડ ફિલ્મ ગુજરાતના ચીફ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પર છે અને આ ફિલ્મમાં તેઓ લીડ રોલ પ્લે કરી રહ્યા છે. પ્રોડ્યૂસરના રૂપમાં તેમની ફર્સ્ટ ફિલ્મ ઓ માય ગોડ હતી. જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મનું ડાયરેક્શન ગુજરાતી એનઆરઆઈ મિતેશ પટેલ કરી રહ્યા છે. ફિલ્મમાં મોદીની આખી લાઈફને રજૂ કરવામાં આવશે. 
 
હાલ ગુજરાત પહોચીને પટેલ ફિલ્મની શૂટિંગ માટે લોકેશન સિલેક્ટ કરી રહ્યા છે.  સૂત્રોના જણાવ્યા મુજબ નરેન્દ્ર મોદીના કેરેક્ટર માટે રાવલ ફર્સ્ટ ચોઈસ હતા. પરેશ રાવલે કહ્યુ કે હુ આશા કરુ છુ કે હુ મોદીનો રોલ ઓનેસ્ટલી પ્લે કરી શકીશ.  તેમણે કહ્યુ કે મોદી સારા પોયટ છે.  જ્યારે પણ મને ડ્રામેટિક સ્ક્રિપ્ટ લખવામાં કોઈ પ્રોબ્લમ થાય છે તો  હુ તેમની સાથે વાત કરુ છુ.  ફિલ્મને લઈને મોદીની એક્સેપ્ટેસ મળવા અંગે તેમણે કહ્યુ કે હા તેમને કોઈ વાંધો નથી.  જ્યારે મે તેમને પુછ્યુ તો તેમણે કહ્યુ કે ફિલ્મ બનાવી છે તો બનાવી લો.  
 
મિતેશના કહેવા મુજબ સરદાર પટેલ પછી મોદી એકમાત્ર એવા લીડર છે જેમને ખરેખર માસ લીડર અને હીરો કહી શકાય છે.  વડોદરામાં જન્મેલા પટેલ ઈચ્છે છે કે ફિલ્મ મોદીની લાઈફ અને તેમના વર્કને વધુ લોકો સુધી પહોંચાડવામાં હેલ્પ કરે.  રાજા નટરવરલાલને કુણાલ દેશમુખે ડાયરેક્ટ કરી છે અને તેમા પરેશ રાઅવલ ઉપરાંત ઈમરાન હાશમી અને પાકિસ્તાની એક્ટ્રેસ હમૈમા મલિક પણ છે.