શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 11 એપ્રિલ 2014 (18:01 IST)

હુ બાળકી હતી ત્યારે મારૂ જાતીય શોષણ થયુ. હતુ. કલ્કી

એકટ્રેસ કલ્કી કોચલીને પોતાની સાથે જાતીય શોષણ થયુ હોવાનુ આડકતરી રીતે કબુલ કર્યુ હતુ. એક ટીવી ચેનલ સાથે વાત  કરતા કલ્કીએ કહ્યુ કે હુ જો એમ  કબુલ કરૂકે મારી સાથે સીએસએ  એટલે કે ચાઇલ્ડ સેકસુયઅલ અબ્યુઝ થયેલ છે તો એ હેડલાઇન બની જશે પરંતુ આવી કોઈ ઘટનામાંથી પસાર થઈ ચુકયા હશે મારી ઘણી સ્ત્રી મિત્રોને હુ જાણુ છુ કે તેમની સાથે આવ્યુ બન્યુ છે. પણ કોઇ આ વિશે ખુલી વાત ના કરી શકે.
 
કલ્કી સીએસએને ગંભીરતાથી લ એતા કહ્યુ કે અનેક બાળકો  સાથે જાતીય શોષણ થઈ રહ્યુ છે ત્યારે આને અવગણી ના શકાય. કલ્કીએ આંકડાનો હવાલો આપતા કહ્યુ કે ભારતમાં 53 ટકા બાળકો સેકસુઅલ સતામણીનો ભોગ બને છે. શાળામાં આ વિશે શિક્ષણ આપી બાળકો ને જાગૃત કરી શકાય .
 
જો કે  સીએસએ અંગે જાહેરમાં ચર્ચા કરવાની કલ્કી તરફેણ નથી કરતી કલ્કી  કહે છે કે પ્લેટફાર્મ પર આના વિશે વાત કરવા કરતા ઉચિત છે કે તમે કોઇ રાઇટ વ્યક્તિ આગળ જઇને કહો તમારે માટે બોલવુ જ અગત્યનુ છે એ પછી ફેમિલી મેમ્બર સમક્ષ હોય કે મનોચિકિત્સક પાસે હોય કે કોઇ સામાજીક વ્યક્તિ. તમે જેની પર ભરોસો મુકો છો તેની સમક્ષ જઇ મદદ માંગી શકો છો.