રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. બજેટ 2008
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 29 ફેબ્રુઆરી 2008 (15:34 IST)

ઈંદીરા આવાસ યોજનામાં સબસીડી વધારી

નવી દિલ્હી(વેબદુનિયા) નાણા પ્રધાન પી ચીદમ્બરમે આજે ઈંદિરા ગાંધી આવાસ યોજના હેઠળ મંજુર ગરીબો માટેના નવા મકાનો માટે પ્રતિ એકમ સબસીડી વધારવાનો નિર્ણય કર્યો છે. મકાનોના બાંધકામનો ખર્ચ આસમાને જઈ રહ્યો છે ત્યારે પોતાના બજેટ ભાષણમાં ચીદમ્બરમે યોજના વિસ્તારમાં સબસીડી રૂ. 25,000થી વધારીને રૂ. 35,000 કરી છે.

જ્યારે પર્વતીય અને મુશ્કેલ વિસ્તારોમાં સબસીડી રૂ. 27,000થી વધારીને રૂ. 38,500 કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે મકાનોના રીનોવેશન માટેની સબસીડી પ્રતિ એકમ રૂ. 12,500થી વધારીને રૂ. 15,000 કરવામાં આવી છે. જ્યારે, લાભાર્થીએ પોતાના ઘરના પૈસા મકાનનું બાંધકામ કરવા માટે રોકવા પડશે...