રવિવાર, 28 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. બજેટ 2008
Written By વેબ દુનિયા|

આઇટી ક્ષેત્રને 1682 કરોડની ફાળવણી

શિક્ષણ અને સ્વાસ્થ્ય યોજનાઓથી દેશના અર્થતંત્રને ફાયદો-કપીલદેવ સિંગ

PTIPTI

નવી દિલ્હી(વાર્તા) ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પર આધારિત સેવાઓમાં થઈ રહેલી વૃદ્ધીને જોતાં બજેટમાં આઈટી ક્ષેત્ર માટે 1680 કરોડ ફાળવવામાં આવ્યા છે. વિત્તમંત્રી પી. ચિદમ્બરમે આજે સંસદમાં રજુ કરેલા બજેટમાં આઈટી ક્ષેત્રને ફાળવવામાં આવતાં ગત વર્ષ 1500 કરોડને વધારીને 1680 કરોડ કર્યા હોવાની જાહેરાત કરી હતી. સરકારે વર્ષ 2008-09માં ઈન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ માટે 1680 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જે ગત વર્ષની સરખામણીમાં 12 % વધારે છે.

તેમણે કહ્યુ હતુ કે, સરકારની દુરંદેશીથી આઈટી આધારિત સેવાઓમાં અવિરત પણે વિકાસ જારી છે. ગ્રામીણ ક્ષેત્રમાં એકલાખ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ આધારિત સેવા કેન્દ્રોની સ્થાપના માટે એક યોજના તથા કેન્દ્રીય સહાયતાથી રાજ્ય વ્યાપી ક્ષેત્ર નેટવર્ક સ્થાપિત કરવાની યોજના કાર્યરત કરવામાં આવી રહી છે. સામાન્ય સેવા કેન્દ્રો માટે 75 કરોડ રૂપિયા, સ્વાન માટે 450 કરોડ તથા રાજ્ય વ્યાપી કેન્દ્રો માટે 275 કરોડ ખર્ચનો અંદાજ છે. સ્ટેટ ડેટા સેન્ટર્સ માટે નવી યોજનાની પણ દરખાસ્ત હોવાનું તેમણે જણાવ્યું હતું.

2008ના બજેટમાં દેશમાં ત્રણ નવા આઈઆઈટી સેન્ટર ખોલવા, શોધ અને વિકાસ યોજના માટે સ્કોલરશીપ તથા રાષ્ટ્રીયસ્તરની યુનિવર્સિટીના આંતરિક જોડાણના નિર્ણય અંગે સાઈબર મિડીયાના પબ્લિશીંગ હાઉસ અને પેન આઈઆઈટી એલ્યુમિની ઈન્ડીયાના પૂર્વ ચેરમેન પ્રદીપ ગુપ્તાએ પ્રસંશા વ્યક્ત કરી છે.

આ સાથે આઈટી ઈન્ટેલિજન્સ અને એડવાઈઝરી ફર્મ આઈડીસી ઈન્ડીયાના રાષ્ટ્રીય મેનેજર કપીલદેવ સિંગે જણાવ્યુ હતુ કે, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા વિભાગો માટેની સરકારની યોજનાથી જ્ઞાન આધારિત ઉધોગોને લાભ થશે અને તેઓ દેશના અર્થતંત્રને મજબુત બનાવવામાં મદદરૂપ બનશે.

ફાઈનાન્સ મિનિસ્ટરે રાષ્ટ્રીય પ્રતિભા વિકાસ મિશનની ઘોષણા કરી છે. જ્ઞાન આધારિત ઉદ્યોગો તેમાં સક્રિય ભૂમિકા ભજવવા તૈયાર છે, તેવુ ઈન્ટરનલ આઈટી, નોઈડા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન હેડક્વાર્ટર એન્જીન્યરીંગ સોફ્ટવેર કંપનીના મેનેજીંગ ડિરેક્ટર અને ચિફ ટેલેન્ટ ઓફિસર, અશોક કે લાહાએ જણાવ્યુ હતુ.

એકલાખ ઈન્ટરનેટ સામાન્ય સર્વિસ સેન્ટર (સીએસસીએસ) અને રાજ્ય વ્યાપી એરિયા નેટવર્ક (સ્વાન) આઈટી ક્ષેત્રને સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં અને વ્યાપક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમ છતાંય એક અબજ ભારતીયો આ લાભથી વંચિત રહેશે તે પણ હકીકત છે. જેને પહોંચી વળવા માટે આ સંખ્યાને દરવર્ષે પાંચ ગણી વધારવાની જરૂર છે. તેવુ 11 ભાષામાં પોર્ટલ અને ઈમેલ સર્વિસ પુરી પાડતી ખ્યાતનામ કંપની 'વેબદુનિયા ડોટ કોમ'ના પ્રેસિડન્ટ તથા સીઓઓ પંકજ જૈને જણાવ્યુ હતુ.