શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. બજેટ 2008
Written By વેબ દુનિયા|

સિમાંત ખેડુતોની લોન માફ: ચીદમ્બરમ

સબસીડીઓ હટાવાશે નહીં - ખેડુતો રાજીરાજી થઇ ગયા..

ખેડુતોના દેવાને માફ કરવાની ઘોષણાને સંસદના તમામ પક્ષોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી, જેટલા પણ ખેડુતો પર 31 માર્ચ 2007 સુધીની લોનો માફ કરવામાં આવશે નાણા મંત્રી પી ચીદમ્બરમે આજે પોતાના બજેટ ભાષણમાં કૃષિ ક્ષેત્ર પર ભાર મુક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કૃષિ ઋણ યોજનાઓમાં અને કૃષિ રોકાણ વધારવામાં સફળતા હાંસલ થઈ છે. તેમણે જણાવ્યું હતું કે સિંચાઈ યોજનાનો વિસ્તાર કરવામાં આવશે અને તેના માટે રૂ.20 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે.

-ખેડુતોના લોન માફ , જે કોઈ ગ્રામીણ બેન્કો કે રાષ્ટ્રીય બેન્કોમાંથી લોન આપવામાં આવી છે તેને માફી આપવામાં આવી છે ., સિમાંત ખેડુતોના લોન માફ, 2.5 એકર જમીન ધરાવતા ખેડુતોની લોન માફ

- એક હેક્ટર સુધી ખેતી ધરાવતાં ખેડુતોનુ પુરેપુરુ દેવુ માફ કરી દેવામાં આવ્યુ હતુ, આ ઘોષણા બાદ સંસદમાં હોબાળો મચી જવા પામ્યો હતો અને તેના કારણે થોડા સમય માટે બજેટ ઘોષણા અટકી ગઈ હતી
--માત્ર 2.5 એકર જમીન ધરાવતાં ખેડુતોનુ ડિસેમ્બર 2007 સુધીનુ તમામ દેવુ માફ કરી દેવાશે તેવી ઘોષણા
- 14 રાષ્ટ્રીય સિંચાઈ યોજના મંજુર
- સિંચાઈ માટે 100 કરોડની કંપની બનાવવાની યોજના
- ખેડુતો આનંદોઃ ખાતરમાં સબસિડી જારી રહેશે
આમ જોવા જોઇએ તો ખેડુતો માટે તો લોટરી લાગી ગઇ, ખરેખર ચૂંટણી લક્ષી બજેટ ચિદમ્બરમ રજુ કરી રહ્યા છે...

બજેટ ભાષણના મુખ્ય અંશો આ મુજબ છે...

-લઘુમતીઓની બહુમતીવાળા વિસ્તારોમાં નવી 288 બેન્ક શાખાઓ શરુ કરાશે
-સરકારી નોકરીઓમાં મુસ્લીમો માટે અનામત પર ભાર મુકવામાં આવશે
-મહિલા-બાળ વિકાસ બજેટમાં 24 ટકાનો વધારો
-લઘુમતી વિકાસ પંચ માટે રૂ. 7500 કરોડની ફાળવણી
-લઘુમતી મંત્રાલયને રૂ. એક હજાર કરોડની ફાળવણી
-90 લઘુમતીઓની બહુમતીવાળા જિલ્લાઓમાં
-ભારત નિર્માણ કાર્યક્રમ માટે રૂ. 31280 કરોડની ફાળવણી
-14 રાષ્ટ્રીય સિંચાઈ યોજનાઓને મંજુરી
-સિંચાઈ માટે રૂ. 100 કરોડની કંપની બનાવાશે
-ખેડુતોને ખાતર સબસીડી આપવામાં આવશે
-સબસીડીઓ હાલમાં હટાવવામાં આવશે નહીં
- ખેડુતોની સરકારી, ગ્રામીણ કો-ઓપરેટિવ બેંકોનુ ઋણ માફ
- દેવાના ડુંગર નીચે દબાઈ ગયેલા અને હપ્તા ચુકવામાં સક્ષમ ન હોય તેવા ધરતીપુત્રો માટે નવી યોજના
- મોટી જમીન પર ખેતી કરતાં ખેડુતો જો 75 ટકા લોન ભરપાઈ કરશે તો બાકીની રકમ માફ કરી દેવામાં આવશે
- આ યોજનામાં 50000 કરોડનુ દેવુ ખેડુતોના માથેથી હળવુ થઈ જશે
- 4 કરોડ ખેડુતોને ફાયદો થશે
- કુલ 6000 કરોડનુ દેવુ માફ થશે જેનો લાભ 4 કરોડ ખેડુતોને મળશે
- 10 હજાર કરોડનુ ઓટીએસ માફ
- ઈન્ફ્રાસ્ટક્ચર ઈન્ડસ્ટ્રીઝ અને ઉપભોક્ત વસ્તુઓ માટે
-કોલસા ઉધોગને પ્રોત્સાહન વધારીને વિજળી ઉત્પાદન વધારવામાં આવશે
- રાજીવ ગાંધી વીજળી યોજના માટે 28000 કરોડ રૂપિયાનુ રોકાણ
- સરકારી ક્ષેત્રોમાં ઈન્ફરમેશન ટેક્નોલોજીના અમલીકરણ માટે 1000 કરોડના ફંડને વધારીને 1600 કરોડ કરી દેવામાં આવશે
- દેશના ઉત્તર-પુર્વીય વિસ્તારો માટે 300 કિલોમીટર સુધી રસ્તા બનાવવામાં આવશે
- ગામડાંમાં એક લાખ નવા બ્રોડબેન્ડ કનેક્શન અપાશે
ખેડુતોને વધુ 280 કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે