ગુરુવાર, 5 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. બજેટ 09
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 16 ફેબ્રુઆરી 2009 (11:04 IST)

નાણાંમંત્રી આજે રજુ કરશે બજેટ

પ્રણવ મુખર્જી આજે લોકસભામાં વચગાળાનું બજેટ રજૂ કરશે. વચગાળાના બજેટને લઇને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ અને સામાન્ય લોકોમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે. બજેટમાં શું નવા પગલાં આવશે અને કોને રાહત અપાશે તેને લઇને અટકળોનો દોર ચાલી રહ્યો છે. પ્રણવ મુખર્જી વિદેશની સાથે સાથે નાણાં ખાતુ પણ હાલ ધરાવે છે. સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં લઇને પ્રણવ મુખર્જી કેટલાક લોકપ્રિય પગલાં જાહેર કરી શકે છે.

ઊદ્યોગોને હાલમાં જ રાહતો આપવામાં આવી ચૂકી છે. વિશ્વભરમાં આર્થિક મંદી પ્રવર્તી રહી છે તેવા સમયમાં વચગાળાના બજેટમાં ઊચ્ચ શિક્ષણ અને આરોગ્ય માટેની ફાળવણીમાં ઘટાડો કરવામાં આવે તેવી સંભાવના છે. સરકાર ઊદ્યોગોને સ્ટીમ્યુલસ પેકેજ આપીને મંદી સામે લડવાના માર્ગો ઊપર ધ્યાન આપી રહી છે. જેથી ઊચ્ચ શિક્ષણ અને આરોગ્ય જેવા સેકટરોને આ વખતે વચગાળાના બજેટમાં ઓછી પ્રાથમિકતા આપવામાં આવશે.

યુપીએ સરકારના બજેટમાં ગ્રામીણ વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધા જેવા સેકટરો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટોરમાં માર્ગો અને બંદરોનો સમાવેશ થાય છે. પ્રાપ્ત અહેવાલ મુજબ આરોગ્ય અને શિક્ષણ માટેની ફાળવણીને વર્ષ 2008-09ની સપાટીએ જ આગામી નાણાંકીય વર્ષમાં જાળવી રાખવામાં આવશે. વર્ષ 2008-09માટેના બજેટમાં સરકારે આરોગ્ય અને શિક્ષણ માટેની ફાળવણીમાં 15 ટકા સુધીનો વધારો કર્યો હતો.

એક બાજુ આરોગ્ય અને 15580 કરોડની ફાળવણી કરાઇ હતી જયારે શિક્ષણને 34400 કરોડની ફાળવણી કરાઇ હતી