મંદીની માર વધવાના સંકેત:પ્રણવ મુખર્જી
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લેતાં ત્રણ મહિના માટેનું વચગાળાનું બજેટ રજુ કરતાં નાણામંત્રી પ્રણવ મુખરજીએ આજે પોતાના પ્રારંભિક પ્રવચનમાં કહ્યું હતું કે, વિશ્વમાં આર્થિક મંદી પ્રવર્તી રહી છે ત્યારે ભારતે પોતાની મજબૂત સ્થિતિ બનાવી રાખી છે. પરંતુ હાલમાં વૈશ્વિક આર્થિક વ્યવસ્થા અને બજારમાં નાણાકિય સ્થિતિને ધ્યાનમાં રાખીને એવું કહી શકાય કે આવનાર સમયમાં મંદી વરવું રૂપ ધારણ કરી શકે છે. જેના પગલે ભારત પોતાની આર્થિકવ્યવસ્થામાં ઘણા હકારાત્મક બદલાવ કરી રહ્યુ છે. પ્રણવ મુખર્ઝીએ કહ્યુ કે સરકારે બજેટમાં મંદીની અસર તળે તેમજ ભવિષ્યની આર્થિક સ્થિતિ અંગેંના અનુમાનો ને ધ્યાનમાં રાખી બજેટનું નિર્માણ કર્યુ છે. બજેટમાં મંદીની સામે ટકવા માટે વધુ ફંડ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે જ્યારે વ્યાજદરોમાં ઘટાડો કરવાના પ્રયત્નો સરકાર દ્વારા જારી છે.પ્રણવજીએ કહ્યુ કે વિશ્વની સાપેક્ષમાં આપણી સ્થિતિ ઘણી સારી હોવાનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું હતું કે, આપણે 9.7 ટકાનો વિકાસ દર જાળવી રાખ્યો છે. જે વિશ્વમાં અન્ય વિકાસશીલ દેશોની સાપેક્ષમાં ઘણો સારો છે. વધુમાં તેમણે આ તમામ શ્રેય વડાપ્રધાન ડો. મનમોહનસિંહ અને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીને આપ્યો હતો.