બજેટ 2016 - લગ્ન પ્રસંગ હવે મોંઘો પડશે - હિસાબ લગાવશો તો જાણ થશે
ગઈકાલે રજૂ થયેલા બજેટમાં સર્વિસ ટેકસમાં વધારો થતા લગ્ન અને તેની સાથે જોડાયેલા બીજા તમામ આયોજનો મોંઘા થઈ જશે. ગાડી, મંડપ, બેન્કવેટ હોલ, કેટરીંગ, સજાવટ, વીડીયો ગ્રાફી, ફોટોગ્રાફી વગેરેના ભાવ વધી જશે. જાન કોઈ બીજા શહેરમા જાય કે પછી સંબંધીઓ દૂરથી આવે તો હોટલમાં રહેવાનું, રેલ્વે અને હવાઈ ટીકીટ ભાડુ મોંઘુ થશે. સાથોસાથ બ્યુટી પાર્લરમાં જવાનું પણ મોંઘુ થઈ ગયુ છે.
છેલ્લા 3 વર્ષથી સર્વિસ ટેકસ સતત વધી રહ્યો છે. ભલે આ વધારો ૦.૫ ટકા કે ૧ ટકા કેમ ન હોય? પરંતુ લગ્ન સમારોહ કે અન્ય કોઈ ઉત્સવના કુલ ખર્ચનો હિસાબ કિતાબ કરીએ તો સર્વિસ ટેક્સનો માર કેટલો પડયો છે ? તે ખબર પડે. હાલ સામાન્ય લગ્નોમાં 7 થી 9 લાખનો ખર્ચ થાય છે. હવે આ ખર્ચ 11 થી 12 લાખ રૂપિયા થઈ જશે. લગ્ન સમારોહમાં ખર્ચની કોઈ સીમા હોતી નથી પરંતુ ઓવરઓલ બજેટની વાત કરીએ તો 10 થી 15 ટકાનો વધારોનો બોજો પડશે.
મંડપ અને બેન્કવેટ હોલ - સામાન્ય મંડપનો ખર્ચ અઢી થી ત્રણ લાખ રૂપિયા હોય છે સર્વિસ ટેકસ વધતા આ ખર્ચમાં 35 થી 40 હજારનો વધારો થઈ જશે. જેમા ટ્રાન્સપોર્ટ, વિજળી અને બીજા ખર્ચ પણ સામેલ છે.
કેટરીંગ - હાલ કોઈ લગ્ન સમારોહમાં એક વ્યકિતના ભોજન માટે સરેરાશ 300 થી 5૦૦નો ખર્ચ થતો હોય છે. સર્વિસ ટેકસ વધવાથી હવે પ્રતિ પ્લેટ ખર્ચ વધી જશે.
બેન્ડવાજા અને ડીજે - સૂત્રોનુ કહેવુ છે કે લગ્ન સમારોહમાં સામાન્ય બેન્ડનો ખર્ચ 20 હજાર રૂપિયા સુધીનો હોય છે. નવા બજેટમાં આ ખર્ચ વધીને 22 હજાર થઈ જશે.
આતશબાજી અને વેડીંગ કાર્ડ - અત્યાર સુધી લગ્નોમાં સામાન્ય આતશબાજીનો ખર્ચ 5૦,૦૦૦ રૂ. આવે છે. તેમા હવે વધુ ખર્ચ કરવો પડશે. વેડીંગ કાર્ડ પણ 3 થી 3 રૂ. મોંઘા થઈ જશે.
બ્યુટીપાર્લર - લગ્ન સમારોહમાં બ્યુટીપાર્લરનો વરવધુનો રેટ 17૦૦૦ રૂ. હોય છે. સર્વિસ ટેકસ વધવાથી તે 18૦૦૦ થઈ જશે.
ફોટોગ્રાફી, વિડીયો અને ટ્રાન્સપોર્ટ - અત્યાર સુધી ફોટોગ્રાફીના 25 થી 30 હજાર રૂ. થતા હતા તે હવે વધી જશે. મહેમાન રેલ્વે કે વિમાનમા આવે તો ટીકીટ પણ મોંઘી થઈ જશે. જાન બીજા શહેરમાં જાય તો બસ અને કારનુ ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘુ થશે