રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ચૈત્ર નવરાત્રી
Written By
Last Modified: મંગળવાર, 9 એપ્રિલ 2024 (06:25 IST)

Chaitra Navratri 2024 : ચૈત્ર નવરાત્રિ દરમિયાન કરો 7 ઉપાય, ગ્રહ દોષથી મળશે મુક્તિ, નકારાત્મક શક્તિઓ દૂર થશે.

 chaitra navratri 2024
Chaitra Navratri 2024 હિન્દુ માન્યતાઓમાં તહેવારોનું ઘણું મહત્વ છે. જેમાં ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રી 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે. આ વખતે નવરાત્રિ ખરમાસમાં આવી રહી છે, તેથી તેનું મહત્વ વધી જાય છે. ખરમાસમાં આવતી ચૈત્ર નવરાત્રિ દરમિયાન કેટલાક ઉપાયો કરીને તમે દેવી દુર્ગાને પ્રસન્ન કરી શકો છો અને તેમના આશીર્વાદ મેળવી શકો છો.  આવો જાણીએ આ ઉપાય 
 
  1. મા દુર્ગાને અર્પણ કરો મોગરા 
મા દુર્ગાને ચઢાવેલા ફૂલોની વાત કરીએ તો મોગરા માં દુર્ગાને ખૂબ જ પ્રિય છે. આ નવરાત્રિમાં તમે દેવી માતાને મોગરા અર્પણ કરીને તેમના વિશેષ આશીર્વાદ મેળવી શકો છો. તેનાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે.
 
2. જવારામાં દાટી દો ચાંદીનો સિક્કો 
નવરાત્રિ દરમિયાન દેવી માતા માટે વાવવામાં આવેલ  જવારામાં ચાંદીનો સિક્કો દબાવી દો.  નવરાત્રિના નવમીના દિવસે તે સિક્કો કાઢીને ઘરની તિજોરીમાં મુકો ઘરમાં સંપત્તિમાં વધારો થશે.
 
3. માતાને લાલ ચંદન અર્પણ કરો
ચૈત્ર નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની પૂજા કરતી વખતે તેમના ચરણોમાં લાલ ચંદન ચઢાવો. તેને ચઢાવવામાં આવેલ ચંદન તમારા કપાળ પર અવશ્ય લગાવો. આમ કરવાથી લોકોની ખરાબ નજર દૂર થઈ જશે.
 
4. ગ્રહ દોષોને શાંત કરવા માટે કરો આ ઉપાયો
જો તમારા પર કોઈ ગ્રહોનો પ્રભાવ હોય તો ચૈત્ર નવરાત્રિ દરમિયાન તેને શાંત કરવા એક માટીના વાસણમાં લાલ રંગના કપડામાં 5 કોડીઓ મુકો એક માટીના પાત્રમાં મૂકી તેને તુલસી પાસે મુકો. આ બધા ગ્રહ દોષોને શાંત કરશે.
 
5. દુર્ગા સપ્તશતીનો પાઠ કરો
ચૈત્ર નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે દરરોજ દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. મા દુર્ગાના સ્તોત્રનો પાઠ કરવાથી તે તમારી બધી મુશ્કેલીઓ દૂર કરશે.
 
6. લાલ ફૂલોથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા કરો દૂર 
ચૈત્ર નવરાત્રિ દરમિયાન, દેવી દુર્ગાની પૂજા અને સપ્તશતીના પાઠ કર્યા પછી, દરરોજ એક લાલ ફૂલ લઈને તેને ઘરની પૂર્વ દિશામાં દાટી દો. 9 દિવસ સુધી આમ કરવાથી ઘરમાં રહેલી દરેક પ્રકારની નકારાત્મકતાનો નાશ થશે.
 
7. ચોમુખી  દીવો પ્રગટાવો
એવી માન્યતા છે કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન મા દુર્ગાની સામે ચોમુખી દીવો પ્રગટાવવો જોઈએ. આમાં
સરસવના તેલનો ઉપયોગ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી અટકેલા કામ પૂર્ણ થાય છે..