સોમવાર, 15 સપ્ટેમ્બર 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. ચૈત્ર નવરાત્રિ
Written By
Last Modified: મંગળવાર, 20 માર્ચ 2018 (10:14 IST)

Chaitra Navratri - મા દુર્ગાના શસ્ત્રોમાં છિપાયા છે અનેક સંદેશ

Chaitra Navratri
નવરાત્રિમાં માતાનુ નામ યાદ કરતા જ નજર સમક્ષ મા દુર્ગાનુ ભવ્ય સ્વરૂપ સામે આવે છે..  તેમના હાથમાં અનેક શસ્ત્ર લઈને મા દુર્ગા વાઘની સવારી કરતી જોવા મળે છે.  આ સાથે જ એવી માન્યતા છે માતાને લાલ રંગ ખૂબ પસંદ છે. આવો જાણીએ માતાના દરેક શસ્ત્ર પાછળ શુ સંદેશ છિપાયેલો છે. 
 
તલવાર - મા દુર્ગાના હાથમાં સુશોભિત તલવારની તેજ ધાર અને ચમક. .  જ્ઞાનનુ પ્રતિક છે. આ જ્ઞાન બધી શંકાઓથી મુક્ત છે.  તેની ચમક બતાવે છે કે જ્ઞાનના માર્ગ પર કોઈ શંકા હોતી નથી. 
 
ચક્ર - મા દુર્ગાની છેલ્લી આંગળી પર ચક્ર એ વાતનુ પ્રતિક છે કે આખી દુનિયા તેમના અધીન છે. ચક્ર સમસ્ત દુર્ગુણોને નષ્ટ કરીને ધર્મનો વિકાસ કરશે અને પાપોનો નાશ કરવામાં સહાયક રહેશે. 
 
કમળનુ ફૂલ - કમળ કીચડમાં રહીને તેનાથી અછૂતુ રહે છે. એ જ રીતે મનુષ્યએ પણ સાંસારિક કીચડ એટલે કે વાસના લોભ અને લાલચથી દૂર રહેવુ જોઈએ. વિપરિત પરિસ્થિતિયોમાં ધૈર્ય સાથે કર્મ કરવાથી સફળતા જરૂર મળે છે. 
 
ઓમ - દુર્ગાજીના હાથમાં દર્શાવેલ ૐ પરમાત્માનો બોધ કરાવે છે.  ૐમાં જ બધી શક્તિઓ રહેલી માનવામાં આવે છે.  ૐ સંપૂર્ણ બ્રહ્માંડનુ પ્રતિક છે. તેનાથી  મનને એકાગ્ર કરવામાં પણ મદદ મળે છે. 
 
લાલ રંગ - દેવીને સમર્પિત વસ્તુઓમાં લાલ રંગને અગ્નિ તત્વ ગ્રહ સૂર્ય અને મંગળ ગ્રહની કૃપા કાયમ  રાખવા માટે મુકવામાં આવે છે. 
 
શંખ - શંખ ધ્વનિ અને પવિત્રતાનુ પ્રતિક છે. જે શાંતિ અને સમૃદ્ધિનુ સૂચક છે. મા પાસે આવનારા બધા ભક્ત પૂર્ણત પવિત્ર થઈ જાય છે. 
 
ધનુષબાણ - દુર્ગાજી દ્વારા ધારિત તીર ધનુષ ઉર્જાનુ પ્રતિનિધિત્વ કરે છે. આ જ રીતે મા દુર્ગાના હાથમાં ધારણ વજ્ર દ્રઢતાનુ પ્રતિક છે.  જે મનુષ્યની શક્તિ અને ક્ષમતા બતાવે છે. 
 
ત્રિશૂલ - ત્રિશૂલના ત્રણ ધારદાર ભાગ માણસની ઉર્જા દ્રઢતા અને શક્તિનુ  પ્રતિનિધિત્વ કરે છે અને આ ગુણો પર આપણો પૂર્ણ નિયંત્રણ હોવાનો પણ સંદેશ આપે છે. 
 
સિંહની સવારી - સિંહને ઉગ્રતા અને હિંસક પ્રવૃત્તિઓનુ પ્રતિક માનવામાં આવે છે. મા દુર્ગાના સિંહ પર સવાર હોવાનો મતલબ છે કે જે ઉગ્રતા અને હિંસક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવી શકે છે તે શક્તિ છે. મા દુર્ગા આ સંદેશ આપે છે કે જીવનમાં દુર્ગુણો પર નિયંત્રણ કરી આપણે પણ શક્તિ સંપન્ન બની શકીએ છીએ.