1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By

નવજાત બાળકની સંભાળ માટે ટિપ્સ

નવજાતનું થાય ત્યારે સૌ કોઈનુ મન ઉત્સુકતાથી અને કુતૂહલથી ભરેલુ હોય છે. તેને જોતા રહેવાની, તેને ઉંચકવાની સૌને એક ગજબની તાલાવેલી હોય છે. પરંતુ નવજાત બાળક ખૂબ જ નાજુક હોય છે. તેને રમકડાંની જેમ વારંવાર હાથ પણ ન લગાવી શકાય કે ન તો તેની તુલનાં 5-6 વર્ષના બાળકો સાથે કરી શકાય. તેને તો એક અલગ જ પ્રકારની કેરની જરૂર હોય છે. એક સ્પેશ્યલ કેર..

નવજાતની સંભાળ માટે ધ્યાનમાં રાખવાની વાતો

- નવજાત શિશુ પેટમાંથી બહાર આવે ત્યારે તેને એકદમ બહારનું વાતાવરણ શૂટ થતુ નથી. માતાના પેટમાં સામાન્ય તાપમાન કરતા એક ડિગ્રી વધુ તાપમાન હોય છે. માતામા પેટમાં બાળકને એક સિક્યોર હૂંફ મળે છે. જો બાળક પ્રિમ્યુચ્યોર હોય તો તેને સમય પહેલા બહાર આવતા ખૂબ જ કેરની જરૂર હોય છે. જો બાળકની પ્રોપર કેર ન થાય તો તેનો વિકાસ અવરોધાય છે.

- નવજાત બાળકના પેટ પર એક નાળ હોય છે જે પેટમાં તેને માતા સાથે જોડેલુ રાખે છે. બહાર આવતા તે નાળ કપાય જાય છે અને એક નાનકડો ટુકડો બહાર રહી જાય છે. અ નાળને ક્યારેય હાથ ન લગાવવો નહી તો બાળકને ઈંફેક્શન થઈ શકે છે. આ નાળ સૂકાય જતા આપમેળે જ પડી જાય છે.

- નવજાત બાળકને નવડાવ્યા પછી સામાન્ય કૂણાં પાણીથી સાફ કોટન કે રૂમાલથી તેની આંખો હળવેથી લૂછી લો.

- નવજાત બાળકની માતાએ બાળકને હાથ લગાવતા પહેલા પોતાના હાથ સાબુથી ધોઈ લેવા જોઈએ, તેમજ નખ પણ બિલકુલ વધારવા ન જોઈએ. બાળકની સ્કીન ખૂબ જ નાજુક હોય છે તમારા વધેલા નખ તેની સ્કીનને નુકશાન પહોંચાડી શકે છે.
 
- નવજાત બાળક જ્યારે માતાના પેટમાંથી બહાર આવે ત્યારે તેને થોડો ડર લાગે છે, તે જરાક અવાજમાં ગભરાઈને રડવા માંડે છે. કારણ કે તેને માતાના પેટમાં સુરક્ષિત રહેવાની આદત હોય છે. તેને બહારના વાતાવરણમાં ખુદને એડજસ્ટ કરતા સમય લાગે છે. તેથી તેના સૂવાનો સમય ધ્યાનમાં રાખો. તેના સૂતુ હોય ત્યારે તેને ડિસ્ટર્બ ન કરશો.

- નાના બાળકો ખૂબ જ ઊંઘતા હોય છે. ત્રણ ચાર કલાક દિવસે ઉંઘતા રહેવુ તેમનુ નોર્મલ છે. પણ તે ઊંઘમાં પણ માતાનું દૂધ તો પી લે છે. તેથી બાળકના દૂધ પીવાનો સમય નિયમિત બનાવો. નવજાત બાળક વધુ દૂધ નથી પી શકતુ તેથી તેને દર અડધો કલાકે ધવડાવો.

- નવજાત બાળકને જન્મ્યા પછી તરત જ નવડાવવાની જીદ ન રાખશો. ડોક્ટર સલાહ આપે ત્યાર પછી થી જ નવડાવો. તરત નવડાવવાથી બાળકની નાળ દ્વારા તેના શરીરમાં પાણી જઈને તેને ઈંફેક્શન થઈ શકે છે.

- બાળકને જન્મતાની સાથે મઘ ચટાડવુ કે પાણી પીવડાવવાની જીદ, કે કાજળ લગાડવાની જીદ ન રાખશો. આનાથી બાળકને ઈંફેશન થશે. સામાન્ય રીતે 4 થી 6 મહિના સુધી ડોક્ટર બાળકને પાણી પીવડાવવાની ના પાડે છે.

- બાળકને રસી અનેક બીમારીઓથી બચાવતી રસી નીકળી છે. નવજાત બાળકનું આગમન થતા જ તે રસીનું લિસ્ટ અને કંઈ રસી કયા મહિને આપવી તે મળી જાય છે, પણ એ રસીને સમયસર યાદ રાખીને બાળકને અપાવવાની જવાબદારી માતા-પિતાની હોય છે.

- બાળકના ઉછેરમાં માલિશ મહત્વનો ભાગ ભજવે છે. પણ માલિશ પણ બાળકની સાચવીને કરવી પડે છે. બાળક એક ફૂલ જેવુ હોય છે. તો તેની કેર પણ એ રીતે જ હોવી જોઈએ. માલિશ કરતી વખતે તેને ક્યાય ઈજા ન પહોચે તેનુ અવશ્ય ધ્યાન રાખવુ જોઈએ.