શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: ગુરુવાર, 2 જાન્યુઆરી 2020 (12:46 IST)

બાળકોને સરળતાથી હેંડલ કરવામાં કામ આવશે આ પેરેંટિંગ ટીપ્સ

કોઈ પણ બાળકની સારવારમાં તેમના માતા-પિતાનો ખાસ રૂપથી યોગદાન હોય છે. બાળકોના સ્વભાવ જુદા-જુદા હોવાના કારણે ઘણા પેરેંટ્સને તેમના પરવરિશમાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવું પડે છે. દરેક કોઈ તેમના બાળકને બેસ્ટ બનાવવા ઈચ્છે છે. પણ આવું કરવા માટે માતા-પિતાને ખૂબ મેહનત કરવી પડે છે. તો ચાલો આજે અમે તમને કેટલાક એવા સરળ ટિપ્સ્ક આપીએ છે જેને અજમાવીને તમે બાળકોને સમજવાની સાથે તેમની સારી પરવરિશ પણ કરી શકશો. 
 
પૂરતો સમય આપો 
માતા-પિતાનો ફરજ હોય છે કે તે તેમના બાળકની કાળજી રાખે. તેમના બીજી શેડ્યૂલમાંથી સમય કાઢીને તેને પૂરતો ટાઈમ આપે. માતા-પિતાએ તેમના પ્રતિ કેયરિંગ, ધૈર્યવાન અને પ્યાર ભરેલો વ્હવહાર રાખવું જોઈએ. માત્રા માતાને જ નહી પણ પિતાને પણ બાળકોની પરવરિશમાં પૂરો યોગદાન આપવું જોઈએ. 
 
ગુસ્સાથી નહી પ્યારથી કરવી કોશિશ 
બાળકને ગુસ્સાની જગ્યા પ્યારની ભાષા જલ્દી સમજે છે. તેથી બાળકોથી કોઈ ભૂલ થતા પર ગુસ્સાની જગ્યા પ્યાર અને શાંત મનથી તેને સમજવા જોઈએ. તમારી જવાબદારીને સારી રીતે નિભાવવી. બાળકોને ખોટુ-સાચુંની ઓળખ કરાવવી. 
 
 
બાળકોને સમજવાની કોશિશ કરવી 
તમારી વાત બાળક પર નાખવાની કોશિશ ન કરવી. બાળકોને પૂરો ટાઈમ આપીને સાંભળો. તેમના મનની વાતને ઓળખવાના કોશિશ કરવી. બાળકો પર દબાણ નાખવાની જગા તેને સ્વતંત્રતાથી બોલવા દો. તેને સમજવા અને વાતને માનવું હા જો કોઈ ખોટી વાત છે તો તેને ભૂલ જણાવવી અને યોગ્ય રસ્તા પર જવા માટે કહેવું. 
 
તેમનાથી વાત કરવી 
આખા દિવસમાં એક  સમયે આખુ પરિવાર સાથે બેસવું અને દિવસભરની વાત કરવી. મુખ્ય રૂપથી બાળકોથી તેમના શાળા, મિત્ર, હોમવર્ક રૂચિ વિશે પૂછવું. સમય-સમય પર તેમનાથી તેમની શાળા રિપોર્ટ લેતા રહેવું  સાથે જ સ્કૂલની પીટીએમમાં જરૂર જવું.

ઝગડાથી રાખવું દૂર 
જેમ કે પહેલા જ કહ્યુ છે કે બાળકોને સાચું-ખોટુંની ઓળખ કરાવવી. તેને સમજાવવું કે સૌને પ્રેમથી વાત કરવી જોઈએ. સાથે જ ઝગડાથી દૂર રહેવાની તેને શિક્ષા આપવી.