શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : બુધવાર, 23 નવેમ્બર 2016 (16:00 IST)

બાળકને માટી ખાવાની ટેવ હોય તો આ રીતે છોડાવવી..

નાના બાળકોને  હમેશા એક  ટેવ હોય છે જે પણ કંઈ દેખાય તે મોઢામાં નાખી દેવાનું. ઘણી વાર તો બાળક આપણી આંખોથી બચીને માટી પણ ખાવી શરૂ કરી દે છે. જેનાથી તેમને આરોગ્ય સંબંધી પરેશાનીઓ પણ થઈ શકે છે. માટી ખાવાની ટેવથી ઘણી વાર તો બાળકને ઝાડા પણ થઈ જાય છે. આવામાં જરૂરી છે કે બાળકનુ  દર સમયે ધ્યાન રાખવું પડે છે કે તે ક્યાં રમી રહ્યું છે અને શું ખાઈ રહ્યું છે. બાળકની આ ટેવને છોડાવવા માટે ઘરેલૂ ઉપાય પણ ખૂબ મદદગાર છે. આ રીતને અજમાવીને બાળકની આ ટેવથી છુટકારો મેળવી શકાય છે. 

 
1. કેળા અને મધ-  બાળકને માટી ખાવાની ટેવ છે તો 1 કેળામાં થોડું મધ મિક્સ કરી બાળકને ખવડાવો. એનાથી બાળકનો પેટ ભરેલું રહેશે અને માટી ખાવાની તરફ તેનું  ધ્યાન પણ નહી જાય. 
 
2. લવિંગ - 1-2 લવિંગ ને પાણીમાં ઉકાળીને બાળકને 1-1 ચમચી સવારે-બપોરે અને સાંજે ભોજન કર્યા પછી એ પાણી આપો. એનાથી બાળકની માટી ખાવાની ટેવ છૂટી જશે. 
 
3. અજમો- બાળકને  માટી  ખાવાની ટેવ છે તો રાત્રે સૂતા પહેલા અજમાનું પાણી પીવડાવો. તેને સતત 2-3 અઠવાડિયા સુધી આપો. એનાથી માટી ખાવાની ટેવ છૂટી જશે. 
 
4. કેરીના બીજનું ચૂરણ  માટી ખાતા બાળકને થોડા પાણીમાં કેરીના બીજનું ચૂરણ  મિક્સ કરી દિવસમાં 2-3 વાર આપવાથી પેટના કીડા પણ મરી જાય છે અને માટી ખાવાની ટેવ પણ છૂટી જાય છે.