શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2017 (13:20 IST)

Exam Diet Plan - તમે ઈચ્છો છો કે તમારુ બાળક Exam માં ફર્સ્ટ આવે તો આપો આ 10 ડાયેટ ફુડ

એક્ઝામનો ભય બાળકોને જ નથી હોતો પણ માતા પિતાને પણ ટેંશન  હોય છે.  જો તમે ઈચ્છો છો કે બાળક પરીક્ષામાં સારા નંબર લાવે તો તેને ડેલી રૂટીનમાં થોડુ હેલ્ધી અને લાઈટ વસ્તુઓને સામેલ કરો. આ વસ્તુઓ બાળકોને ખવડાવશો તો તેઓ સારી રીતે તૈયારી કરી શકશે. 
 
1. બ્રેકફાસ્ટમાં આપો ઉપમા ખિચડી કે ઈડલી 
 
દિવસની શરૂઆત સારી હોય તો બધુ સારુ રહે છે. તેથી બાળકોના દિવસની શરૂઆત કરો હેલ્ધી અને હેવી બ્રેકફાસ્ટથી. તેમને ઓટ્સ ઉપમા ખિચડી કે પછી ઈડલી આપો જેનાથી તેમના પર્યાપ્ત માત્રામાં ગ્લુકોસ મળતુ રહે. 
 
2.  વારે ઘડીએ ન આપશો હેવી વસ્તુઓ 
 
વધુ પડતુ ગળ્યુ ન ખવડાવશો તેનાથી એકદમ શુગર લેવલ વધી જાય છે.  ગળ્યુ ખાવાથી ભૂખ મટતી નથી પણ વચ્ચે વચ્ચે વધવા માંડે છે. ખાવામાં વધુ ગેપ પણ ઠીક નથી. થોડી થોડી વારે બાળકોને કંઈક ખવડાવતા રહો. દિવસમાં બે વાર જ હેવી ડાયેટ પ્લાન કરો. 
 
3. કૉલ્ડ્રિંક્સથી સારુ છે લીંબૂ પાણી 
 
એક્ઝામ દરમિયાન બાળકો વધુ સમય સુધી અભ્યાસ કરે છે આવામાં તેમના શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી હોવુ જોઈએ.  જેટલુ પાણી પીશે તેટલુ જ તેમનુ concentration વધશે. જો સાદુ પાણી પીવાનો કંટોળો કરે છે તો તેમને જ્યુસ, લીંબુ પાણી, ગ્રીન ટી કે છાછથી લલચાવો. 
 
4. સંડે હોય કે મંડે, રોજ ખવડાવો ઈંડા 
 
ખાવામાં પ્રોટીનની માત્રા વધારો. ઈંડા, પૌઆ, ઈડલી, ડોસા, ઢોકળા આપો. આ વસ્તુઓ લોહી અને બ્રેનમાં અમિનો એસિડની માત્રા વધે છે. જેનાથી બાળકોનું મગજ તંદુરસ્ત રહે છે. 
 
5. આ દિવસો દરમિયાન ઝંક ફૂડથી રાખો દૂર 
 
બહારનુ જમવાનુ સારુ તો લાગે છે પણ એક્ઝામ દરમિયાન બહાર ખાવાથી તબિયત બગડી શકે છે.  ધ્યાન રાખો કે તમારા બાળકો બહાર ન ખાય. જો વધુ જીદ કરે તો ત્યાથી જ મંગાવો જ્યા હાઈજીનિક મળે છે. 
 
 
6. બ્રાઉન રાઈસ 
 
સ્ટ્રેસ ગભરામણ ઉભી કરે છે. તેથી તણાવ ઓછો કરનારા ફૂડ્સ જ બાળકોને આપો. બ્રાઉન રાઈસ, તાજા શાકભાજી, ફળ, ઈંડા અને નટ્સ સારુ ઓપ્શન હોઈ શકે છે. તેનાથી અભ્યાસમાં કોઈ પ્રોબ્લેમ નહી હોય. 
 
7. લીલી શાકભાજી રાખશે બીમારીઓથી કોસો દૂર 
 
બાળકોને ગાજર, કોળુ, લીલા શાકભાજી, માછલી અને ઈંડા ખવડાવો. આ તમારા બાળકોની રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારશે અને તેન ક્યારેય બીમારી નહી થવા દે. 
 
8. ફૂટ્સ જરૂર ખવડાવો 
 
ખાવામાં વધુ ગેપ ન મુકો. થોડી થોડી વારે બાળકોને કંઈક ને કંઈક ખવડાવતા રહો  દિવસમાં બે વાર જ હેવી ડાયેટ પ્લાન કરો. તેનાથી સૌથી સારો વિકલ્પ છે ફ્રૂટ્સ ખવડાવવા. 
 
9. જો બાળકો કરે છે નોનવેજથી પરેજ તો.. 
 
મેમોરી વધારવા માટે જરૂર હોય છે ઓમેગા 3 ફૈટી એસિડની. ફિશમાં ઓમેગા 3 ફૈટી એસિડની માત્રા ખૂબ જોવા મળે છે. પણ જો બાળકો નોનવેજ પસંદ નથી કરતા તો તેમના ખાવામાં અળસીના બીજ, કોળાના બીજ, તલ, સોયાબીનનું તેલ, ઓછા તેલમાં બનેલુ ખાવાનુ જ ખવડાવો. 
 
 
10. ચા કોફી કોલાથી કરો તોબા 
 
ચા, કોફી, કોલાથી બાળકોને દૂર રાખો. આ વસ્તુઓ પીવાથી તેમને ઊંધ નહી આવે અને સ્વસ્થ મગજ માટે ઊંધ ખૂબ જરૂરી છે.