શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ફાધર્સ ડે
Written By
Last Updated : રવિવાર, 19 જૂન 2022 (00:30 IST)

ફાધર્સ ડે સ્પેશ્યલ - શુ તમે એક સારા પિતા છો ?

બાળકો માટે પપ્પા એ વ્યક્તિ છે જે તેમને પ્રેમ આપે છે. સલાહ આપે છે. વિશ્વાસ વધારે છે. મુશ્કેલીઓનો સામનો કરતા શિખવાડે છે અને તેમના દરેક નિર્ણયમાં સાથ આપે છે. પિતા બાળકો માટે રોલ મૉડલ હોય છે.  તેમને જોઈને જ બાળકો આગળ વધે છે. આવામાં કેટલીક વાતો જે પિતાના રૂપમાં ધ્યાનમાં રાખવાની હોય છે.  હંમેશા બાળકો માટે એક સારુ ઉદાહરણ બનો જો તમે બાળકોને ચીસો પાડતા, ગુસ્સો કરતા કે ખોટી વર્તણૂંક માટે વઢો છો તો પહેલા એ વિચારી લો કે તમે પણ આવુ કરતા તો નથી ને ? અનેકવાર આપણે પોતે વિવિધ પરિસ્થિતિમાં ગુસ્સા પર કંટ્રોલ નથી કરી શકતા અને ચીસો પાડીએ છીએ. આવામાં બાળકો સામે કાયમ સારા બનવાનો પ્રયત્ન કરો.

બાળકો સાથે સમય વિતાવો

બાળકો રાત્રે પપ્પા સાથે સમય વિતાવવાની રાહ જુએ છે. કારણ કે આખો દિવસ પિતા પોતાના કામને કારણે વ્યસ્ત રહે છે. પણ મોટાભાગે પિતાજી ઓફિસનુ કામ ઘરે લઈને આવે છે કે પછી ટીવી/ફોનમાં વ્યસ્ત થઈ જાય છે. આવામાં બાળકો પિતા સાથે ઈચ્છા હોવા છતા સમય વિતાવી શકતા નથી.  કોશિશ કરો કે તેમની સાથે થોડો સમય વિતાવી શકો. કારણ વગરની આલોચના ન કરો કોઈપણ બાળક પરફેક્ટ નથી હોતો, પણ મોટાભાગે જોવામાં આવે છે કે પિતા પોતાના બાળકોની બીજા બાળકો સાથે તુલના કરતા આલોચના કરે છે. આવામાં બાળકો પિતાથી દૂર થઈ જાય છે. બાળકોને તેમની કાબેલિયત ઓળખવામાં મદદ કરો અને તેને અહેસાસ અપાવો કે એ જેવા પણ છે તમારે માટે અણમોલ છે.


તેમની ખુશીમાં ભાગ લો

શાળા ગેમ્સમાં જીતવુ, સારા માર્ક્સથી પાસ થવુ, બર્થડે અને બીજી ધણુ બધુ એવુ છે જેને યાદ રાખવામાં આવે. તો બાળકોને સારુ લાગે છે.  મોટાભાગના પિતા આવુ કરવામાં નિષ્ફળ રહે છે. તેઓ પોતાના કામમાં એટલા વ્યસ્ત રહે છે કે બાળકોની ઉપલબ્ધિ શુ છે તેમને યાદ નથી રહેતુ.   આવામાં બાળકો માટે ખાસ દિવસને યાદ રાખો. તેનાથી તમારુ મહત્વ તેમની નજરમાં વધી જશે.

બાળકોના સન્માનનું ધ્યાન રાખો

અનેકવાર બાળકો ગુસ્સામાં મોટાઓને ખોટા શબ્દ બોલી નાખે છે.  આવી વખતે પિતા બાળકોને મારે પણ છે. પણ શુ તમે કયારેક ધ્યાન આપ્યુ છે કે બાળકો જે જુએ છે એ જ શીખે છે. જો તમે ઈચ્છો છો કે તે બધાને સન્માન આપે, તો તમારે પણ બધાને સન્માન આપવુ પડશે.   મોટેરાઓને જ નહી બાળકોને પણ.  બાળકો પાસેથી પણ સલાહ લો અનેકવાર પિતા બાળકો સામે એવુ બતાવે છે કે તે જે કહે છે તે જ હંમેશા સાચુ હોય છે.  તેથી તમે અનેકવાર તમારી મરજી બાળકો પર થોપી દો છો. કોઈપણ નિર્ણય લેતા પહેલા બાળકો પાસેથી પણ સલાહ લો. કેટલાક નિર્ણય તેમના પર છોડી દો.


જરૂર છે ભાવનાત્મક સપોર્ટની

જ્યારે પણ ભાવનાત્મક સંબંધોની વાત આવે છે તો બાળકો હંમેશા મા ની સાથે જોડાયેલા અનુભવે છે. પિતા સાથે ભલે તેઓ રમી લે ફરી લે પણ દિલની વાઓત તેઓ માને જ કહેવી પસંદ કરે છે. આવામાં કોશિશ કરો કે બાળકો સાથે ભાવનાત્મક રૂપે જોડાયેલા રહો. જેથી તેઓ પોતાના મનની વાત તમને કરી શકે.

પ્રેમથી સમજાવો

મોટાભાગે પિતા સૌની સામે બાળકોને મારે છે કે વઢે છે. તેમની ઉણપો ગણાવે છે. બાળકોનુ પણ આત્મસન્માન હોય છે. તેથી બાળકો સાથે એવો વ્યવ્હાર ન કરો. તેમનાથી ભૂલ થાય તો તેમને પ્રેમથી સમજાવો.