શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : બુધવાર, 29 માર્ચ 2017 (12:44 IST)

બાળકને થઈ ગયા છે ઝાડા તો ખવડાવો આ આહાર

બહુ નાના બાળકોને ઘણી વાર  ઝાડાની સમસ્યા થઈ જાય છે. જેના કારણે ઘણી પરેશાની સહન કરવી પડે છે. તેથી ઘણી વાર બાળક કઈ પણ ખાવાની ના પાડે છે જેનાથી શરીરમાં નબળાઈ આવવાનો  ડર રહે છે. ઝાડાના કારણે બાળકોના શરીરમાં પાણી અને મીઠાની કમી થઈ જાય છે. જેના કારણે બાળકનું શરીર ઢીલું પડી જાય છે.તેથી તેને ખાવામાં હલકુ ફુલકુ આપવું જોઈએ. બાળકોમાં ઝાડા લાગવાના ઘણા કારણ હોઈ શકે છે. આવો જાણીએ તેના કારણ અને તેને દૂર કરવા માટે બેસ્ટ આહાર 
ઝાડાના કારણ  
*નાના બાળકોને હમેશા પેટમાં દુખાવાકે ખાંસી-ઉંઘરસ થતા રહે છે. જેના કારણે તેને ઘણા એંટીબાયોટિક દવાઓ લેવી પડે છે. આ દવાઓ બાળકોની એક સમસ્યા તો ઠીક કરી નાખે છે પણ ઘણી વાર તેનાથી ઝાડાની પરેશાની થઈ જાય છે. 
 
* 5-6 મહિનાનાનો  બાળક જ્યારે ફર્શ પર બેસીને રમવાનું શરૂ કરે છે તો હમેશા તે તેમના રમકડા અને બીજી  હાથમાં આવતી વસ્તુઓ મોઢામાં નાખી દે છે. આ કારણે તેને પેટમાં ઈંફેક્શન થઈ જાય છે અને ઝાડાની સમસ્યા થઈ જાય છે. 
 
* વધારે ગરમીના કારણેથી પણ બાળકોમાં ઝાડાની સમસ્યા થઈ જાય છે. તે સિવાય ખરાબ પાચન શક્તિના કારણે પણ આ પરેશાની થઈ શકે છે. 

જાડા ઠીક કરવા માટે જરૂરી આહાર
 
1.એપ્પલ સૉસ- બાળકો ને સફરજનની પ્યૂરી બનાવીને આપવાથી ઝાડાથી રાહત મળે છે. તેના માટે સફરજનને છોલી અને કાપીને પાણીમાં નાખો. આ પાણીને સફજનને પાકતા સુધી ગર્મ કરો. આ પાકેલા સફરજનને મસલીને પ્યૂરી બનાવીને ખવડાવવાથી ફાયદો હોય છે. તે સમયે સફરજનના જ્યૂસ ક્યારે ન પીવું. 
 
2. અરારોટ્ના હલવા - 1 વર્ષ કે તેનાથી મોટા બાળકોને ઝાડા થતા અરારોટના હલવો આપવું જોઈએ. તેના બનાવા માટે 1 ચમચી અરારોટમાં થોડું પાણી મિક્સ કરી સારી રીતે ઘોલવું જેથી કોઈ ગાંઠ ન રહી જાય. તેને ધીમા તાપ પર રાંધવા માટે મૂકી દો. થોડી વાર રાંધ્યા પછી તેમાં દહીં અને છાશ અને થોડું મીઠું મિક્સ કરી સારી રીતે હલાવો. તેને દિવસમાં એક વાર બાળકને ખવડાવાથી ફાયદો હોય છે. 
 
3. લીંબૂના રસની ચા-પાણીમાં ચાપત્તી નાખી થોડીવાર ઉકાળો અને ગાળીને તેમાં અડધા લીંબૂ મિક્સ કરો. તેને પીવડાવવાથી ઝાડાની સમસ્યા ઠીક થઈ જાય છે. શરીરમાં ગરમી પડી જવાથી

4. છાશ- છાશ પીવું ખૂબ ફાયદાકારી હોય છે. જાડામાં તેના સેવનથી બાળકોને ખૂબ આરામ મળે છે. છાશમાં મીઠું અને જીરું પાવડર મિકસ કરી પીવાથી બહુ લાભ હોય છે. 

5. માતાનો દૂધ- વધારે નાના બાળકને ઝાડાની સમસ્યાને દૂર કરવા માટે માતાનો દૂધ સૌથી સરસ આહાર છે. બાળકને હાઈટ્રેટ રાખવા માટે તેમાં બધા પોષક તત્વ હોય છે. 
 
6. દહીં- આ સમસ્યામાં બાળકો હોય કે મોટા માણસ બધાને દહીં ખવડાવી જોઈએ. 7-8 મહીના કે તેનાથી મોટા માટે આ સરસ આહાર છે. એવામાં હમેશા ઘરમાં જામેલું તાજું દહીં જ ખવડાવું ફાયદાકારી હોય છે. 
 
7. દાળનો પાણી- દાળના પાણીના સેવન કરવાથી પણ ઝાડાની સમસ્યાથી રાહત મળે છે. તેના માટે પીળી દાળના ઉપયોગ કરવું સરસ રહે છે. 
 
8. ગાજર-  ઝાડા લાગતા પર બહુ નબળાઈ આવી જાય છે. એવામાં તેને ઉર્જા આપવા માટે બાફેલા ગાજરને મસલીને સેવન કરાવું જોઈએ.