બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: સોમવાર, 5 સપ્ટેમ્બર 2022 (14:49 IST)

Dry Eyes બાળકોમાં કેમ વધી રહી છે ડ્રાય આઈની સમસ્યા ?

eyes
દોડતી ભાગતી અને પૉલ્યુશન ભરેલી લાઈફસ્ટાઈલમાં આંખમાં સૂકાપન (ડ્રાઈ આઈઝ) એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. મોટાની સાથે-સાથે ઓછી ઉમ્રના બાળકોને પણ આ પરેશાની થઈ રહી છે. 
 
આંખોથી રિલેડેડ પ્રોબ્લેમના કિશે બાળકો સારી રીતે જણાવી નથી શકે. ડ્રાઈ આઈ જેવી જો તેણે કોઈ સમસ્યા છે રો હમેશા તે આંખ મસળતા રહે છે. એવી સિચુએશનમાં માતા-પિતાને બાળકો પર ધ્યાન આપવો જોઈએ. તેણે કેવી પણ સ્થિતિમાં ઈગ્નોર ન કરવું. 
 
ડ્રાઈ આઈની સમસ્યા હોય તો અપનાવો આ ઘરેલું ઉપાય
 
 
 
જો બાળક મોબાઈલ કે કોમ્પ્યુટર પર અભ્યાસ કરે છે, તો તેને થોડીવારમાં બ્રેક લેવાનું કહો.
જો બાળક ઘરમાં મોબાઈલ ફોન કે ટીવી જુએ તો તેને બહાર જઈને રમવાનું કહો.
ધૂમાડો અથવા અન્ય પદાર્થો ટાળો જે આંખોમાં બળતરા કરે છે.
ઘણા લોકો ઘરમાં બાળકોની સામે સિગારેટ પીવે છે. જો કોઈ બાળકને સૂકી આંખની સમસ્યા હોય તો તેની સામે સિગારેટ પીવાથી તેની આંખોને નુકસાન થઈ શકે છે.
બહાર જતી વખતે બાળકને સનગ્લાસ પહેરવા દો. ટોપી અથવા છત્રીનો પણ ઉપયોગ કરો. જેથી તેની આંખોને તડકા કે ગંદકીથી બચાવી શકાય.
બાળકના પલંગની આસપાસ હ્યુમિડિફાયર મૂકો અને તેને સાફ કરતા રહો. આ આંખોની ભેજ વધારવામાં મદદ કરશે.
બાળકને ડૉક્ટર દ્વારા સૂચવ્યા મુજબ બરાબર દવા આપો. જો કોઈ દવા તમારા બાળકને પરેશાન કરતી હોય, તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
તમારું બાળક સમયાંતરે કૃત્રિમ આંસુનો ઉપયોગ કરે છે કે કેમ તેના પર ધ્યાન આપો.
દરરોજ સવારે 5 મિનિટ માટે તમારા બાળકની પોપચા પર ગરમ અથવા ભીનું કપડું રાખો. પછી પોપચાને હળવા હાથે મસાજ કરો. તે આંખોની કુદરતી ભેજ વધારવામાં મદદ કરે છે.