બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. »
  3. ખ્રિસ્તી
  4. »
  5. ખ્રિસ્તી ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

જેમણે દગો કર્યો તેમને માટે પ્રેમ

ફાધર ડોમિનિક ઈમ્માનુએલ

N.D
ગુડ ફ્રાઈડેના દિવસે જ ઈસુ ખ્રિસ્તને ક્રોસ પર ચઢાવી દેવાય હતાં તેથી આ દિવસને તેમના મૃત્યુના દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. ખાસ કરીને તેમની તે પ્રાર્થનાને યાદ કરવામાં આવે છે જેમાં તેમણે પોતાની પર અપરાધ કરનાર લોકો માટે ઈશ્વર પાસે ક્ષમા માંગી હતી.

ગિબ્સનની બનાવેલી ફિલ્મ 'ધ પેશન ઓફ ક્રાઈસ્ટ'માં જો કે ઈસુ પ્રત્યે કરાયેલી હિંસાની ઝલક જોવા મળે છે.

ઈસુને રોમના રાજ્યપાલ પિલાતુસ દ્વારા ક્રુસ પર મૃત્યુની સજા સંભળાવતાં પહેલાં યુદસ નામના તેમના જ એક ચેલાએ માત્ર થોડાક જ ચાંદીના સિક્કાઓ માટે તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. અંતે યુદસને પોતે કરેલા કૃત્ય પર એટલી બધી શરમ આવી કે તેણે જાતે જ ફાંસી લગાવી દિધી. રાજનીતિક સંદર્ભમાં જોઈએ તો દગો, વિશ્વાસભંગ, વાયદાથી ફરી જવું આ બધી સામાન્ય વાતો છે. કેટલા દળ કે નેતાઓ છે જેમને પોતાના કાર્યો પર શરમ અનુભવાય છે?

ગુડ ફ્રાઈડેનો એક ખાસ પહેલુ છે ક્રુસ પર લટકેલા ઈસુના છેલ્લા શબ્દો. ખીલાઓથી જડી દિધેલ અને લોહી લુહાણ થઈ ગયેલ હાથ-પગને કારણે અસહ્ય દુ:ખાવો સહન કરી રહેલ ઈસુના મનમાં તે છતાં પણ એક જ વાત ફરતી હતી, જે તેઓ ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યાં હતાં કે હે ભગવાન! તુ આ લોકોને ક્ષમા કરી દે, આ લોકો જાણતા નથી કે તે શુ કરી રહ્યાં છે. તેમની આ પ્રાર્થના તે અપરાધિઓ માટે હતી જેમણે તેમને ક્રુસ પર ચઢાવ્યા હતાં.

ભારતીય સમાજની સામે એક સવાલ જે મોઢુ ખોલુને ઉભો છે તે છે અમે કેવી રીતે એકબીજાની પ્રત્યે ઉત્પન્ન થયેલ ઈર્ષ્યા અને ભેદભાવથી છુટકારો મેળવીએ? જેનાથી અમે લોકો એકબીજાની સાથે પ્રેમ અને સદભાવથી જીવી શકીએ. ભારતીય સંસ્કૃતિ જ એકમાત્ર એવી સંસ્કૃતિ છે જેમાં વાસુદેવ કુટુંબકમની વાત કહેવામાં આવી છે, જ્યાં વિશ્વના દરેક લોકોને પરિવારના સભ્ય માનવામાં આવે છે. પરંતુ તે દિવસોમાં એક વિચિત્ર વિરોધાભાસ પણ છે કે અમે વિશ્વના બધા જ લોકોની સાથે બંધુત્વની વાત કરીએ છીએ પરંતુ પોતાના જ દેશના લોકોની સાથે તે ભાતૃપ્રેમની ભાવનાને નથી જગાવી શકતાં.

ક્રુસ પર લટકેલા પ્રભુ ઈસુ દ્વારા પોતાના દુશ્મનો પ્રત્યે ક્ષમાની પ્રાર્થના આપણા અંદર એવી આધ્યાત્મિકતા જગાડે છે કે ઓછામાં ઓછા આપણી આસપાસના લોકો આપણને મિત્રોની જેમ દેખાઈ દે. રસપ્રદ વાત તો તે છે કે જ્યારે આપણે આપણી આજુબાજુના રાજનીતિક વાતાવરણનું વિશ્લેષણ કરીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે બધા જ રાજનીતિક દળ જેમણે એકબીજાની સાથે વિશ્વાસઘાત કરીને એકબીજાનો સાથ છોડી દિધો હતો, તેઓ પાછા સાથે આવવા માટે બધા જ ભેદભાવો ભુલી જાય છે અને ફરીથી એકજુટ થઈ જાય છે. તેઓ જરૂર કોઈ પસ્તાવાની કે ક્ષમાની ભાવનાથી આવું નથી કરતાં પરંતુ પોતાના સ્વાર્થ ખાતર આવું કરે છે.

આપણે સાચા મનથી તે લોકો માટે જેમણે આપણને દગો આપ્યો છે કે વિશ્વાસઘાત કર્યો છે કે પછી ધૃણાથી આપણા અને આપણા સમુદાયની વિરુદ્ધ હિંસાત્મક આક્રમણ કર્યું છે તેમને માટે આપણે ઈસુની પ્રાર્થના કરી શકીએ છીએ. આપણે જેવી આ પ્રાર્થના કરીશુ કે આપણે અનુભવશુ કે આપણી સાથે સાથે આપણા દુશ્મનના મનમાં પણ એક શાંતિની જ્યોત પ્રજ્વલિત થઈ છે. પશ્ચાતાપ અને ક્ષમા જ વાસ્તવમાં આપણા બધા માટે ગુડ ફ્રાઈડેનો સંદેશ છે.