Widgets Magazine
Widgets Magazine

'ગુડ ફ્રાઈડે' મતલબ ઈસા મસીહનો બલિદાન દિવસ

શુક્રવાર, 14 એપ્રિલ 2017 (10:40 IST)

Widgets Magazine

ગુડ ફ્રાઈડે એક એવો દિવસ જ્યારે પ્રભુ ઈશુએ આ સંસારમાં રહેનારા પોતાના ભક્તોને ગુનાહ માટે પોતાની પ્રાણની આહુતિ આપીને નિ:સ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનુ ઉદાહરણ રજુ કર્યુ હતુ. આ દિવસનુ મહત્વ પ્રભુ ઈશુને આપેલ યાતનાઓને યાદ કરવા અને તેમના વચનો પર અમલ કરવાનો છે. 
 
ઈસાઈ ધર્મનુ અનુસરણ કરનારા ગુડ ફ્રાઈડે પહેલા 40 દિવસો સુધી સંયમ અને વ્રતનુ પાલન કરે છે. આ અવધિને 'ચાલીસા' કહે છે. આ દરમિયાન ઈસાઈ ધર્માવલંબી પોતાના અધ્યાત્મિક અને શારીરિક શુદ્ધિકરણનો પ્રયાસ કરે છે. આ તેમના આંતરિક અને બહારી ફેરફારનો માર્ગ દર્શાવે  કરે છે. 
 
આ 40 દિવસોને 'દુ:ખભોગ'  પણ કહેવામાં આવે છે. કારણ કે ઈશુએ સામાન્ય લોકો સુધી પોતાના ઉપદેશોને પહોંચાડતા પહેલા ચાલીસ દિવસો સુધી રણમાં કશુ પણ ખાધા પીધા વગર  ઈશ્વરને પ્રાર્થના કરી હતી. તેમના આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખતા ઈસાઈ ધર્મના લોકો આ દરમિયાન પોતાના જીવનનો પરિત્યાગ કરતા ઉપવાસ અને પરેજ સાથે ઈશ્વરને પ્રાર્થના કરતા પવિત્ર જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. 
 
ગુડ ફ્રાઈડેના દિવસે ગિરિજાઘરોની કોઈ સજાવટ નથી કરવામાં આવતી. આ દિવસે પ્રભુ ઈશુની મૃત્યુ પછી તેમના શરીરને કબ્રસ્તાનમાં મુકવામાં આવ્યુ હતુ.  તેથી એવુ કહેવાય છે કે આ દિવસે શારીરિકરૂપે ચર્ચમાં હાજર નથી રહેતા પણ આત્મિક દ્રષ્ટિકોણથી તો દરેક ક્ષણે ત્યા હાજર હોય છે. તેમની યાદમાં ચર્ચમાં આખો દિવસ પ્રાર્થના સભાઓ થાય છે.  
 
ઈશુએ ઈશ્વરીય પ્રેમથી ભરપૂર થઈને માનવીય શરીરનુ ખુશીપૂર્વક બલિદાન કર્યુ હતુ. તેઓ દુ:ખોથી આ સંસારને મુક્તિ અપાવવા માંગતા હતા અને તેથી તેમણે ખુદ માટે દુ:ખ સ્વીકાર કર્યુ. આ રીતે આજના આ પુણ્ય દિવસે આપણા માટે પ્રેમ અને ક્ષમાનો તેમનો સંદેશ છુપાયેલ છે.  
 
જે દિવસે ઈસા મસીહને ક્રોસ પર ચઢાવવામાં આવ્યા અને તેમણે પોતાના પ્રાણ ત્યજ્યા એ દિવસે શુક્રવાર હતો. ઈશુના બલિદાન આપવાને કારણે જ આ દિવસને 'ગુડ ફ્રાઈડે' કહેવાય છે. ત્યારબાદ પવિત્ર શુક્રવારથી લઈને પવિત્ર શનિવારની મધ્ય રાત્રિ સુધી કબ્રસ્તાનમાં રહ્યા પછી રવિવારના દિવસે પ્રભુ ઈશુ પુનર્જીવિત થઈ ગયા. આ દિવસને ઈસ્ટર સંડે કહેવામાં આવે છે.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ખ્રિસ્તી

news

GOOD FRIDAY - જાણો કેમ મનાવવામાં આવે છે ગુડ ફ્રાઈડે, તેની સાથે જોડાયેલ કેટલીક વાતો...

ગુડ ફ્રાઈડે એક એવો દિવસ જ્યારે ઈસા મસીહે પોતાના ભક્તો માટે બલિદાન આપીને નિ:સ્વાર્થ ...

news

જાણો દુનિયાભરમાં કેવી રીતે ઉજવાય છે નાતાલ

નાતાલની દુનિયાભરમાં જબરજસ્ત ઉજવણી થાય છે. દુનિયામાં સૌથી વધુ મોટી સંખ્યા ખ્રિસ્તીઓની ...

news

શાંતિ કેવી રીતે મળશે?

1. તુ તારી ઈચ્છાની અપેક્ષા બીજાઓની ઈચ્છા પુર્ણ કરવા માટે અભ્યાસ કર. 2. વધારેની ઉપેક્ષાએ ...

ગુડ ફ્રાઈડે પર શું કરવામાં આવે છે

ઈસુના જન્મનો આનંદ ઉજવ્યાના થોડાક જ દિવસો બાદ ખ્રિસ્તીઓ તપસ્યા, પ્રાયશ્ચિત અને ઉપવાસનો ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine