શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : શુક્રવાર, 27 નવેમ્બર 2020 (12:46 IST)

રાજ્યમાં કોરોનાનું મોજું યથાવત, નવા 1560 કેસ અને 16 લોકોના મોત

રાજ્યમાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધતા જાય છે. રાજ્યમાં ગુરૂવારે કોરોના સંક્રમણના નવા 1560 કેસ સામે આવ્યા છે અને 16 લોકોના મોત થયા છે.  જોકે રાજ્યમાં આજે 1302 લોકો સાજા  પણ થયા છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં નોંધાયેલા 16 મોતમાં સૌથી વધુ અમદાવાદમાં 12 લોકોના મોત થયા છે. સુરતમાં 3 અને વડોદરામાં 1 વ્યક્તિનું મોત થયું છે.  
 
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 337 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 231, વડોદરા શહેરમાં 140, રાજકોટ શહેરમાં 87, પાટણમાં 64, સુરત ગ્રામ્ય 58, રાજકોટ ગ્રામ્ય 51, બનાસકાંઠા, 41, મહેસાણા 40, વડોદરા ગ્રામ્ય 40, ગાંધીનગર 36, ગાંધીનગર શહેર 34, પંચમહાલ 29, આણંદ 28, ખેડા 28, જામનગર શહેર 27, મહીસાગર 26, અમદાવાદ ગ્રામ્યમાં 24 કેસ નોંધાયા છે. 
 
ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર રાજ્યમાં અત્યાર સુધી 75,51,609 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 2,03,509 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. અત્યાર સુધી 3,922 લોકોના કોરોના સંક્રમણના લીધે મોત થયા છે.  
 
રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં અત્યાર સુધી કુલ 1,85,058 લોકો સાજા થયા છે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 14,529 એક્ટિવ કેસ છે જેમાંથી 92 લોકોની હાલત નાજુક છે તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. . ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધી રાજ્યમાં 75 લાખ 51 હજાર 609 કોરોના ટેસ્ટ થયા છે. રાજ્યનો રિકવરી રેટ 90.93 ટકા છે. તો ગુજરાતમાં 5 લાખ 5 હજાર 648 લોકો ક્વોરેન્ટાઈન છે.