1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શનિવાર, 26 સપ્ટેમ્બર 2020 (12:18 IST)

ગુજરાત કોરોના અપડેટ: રાજ્યમાં કુલ 1,30,391 પોઝિટિવ કેસ, 3,396ના મોત

Corona Gujarat Update
છેલ્લા સાત મહિનાથી ભારતમાં કોરોના સંક્રમણ શરૂ થયું છે ત્યારથી અટકવાનું નામ લેતું નથી. એમાં પણ ખાસકરીને ગુજરાતમાં દિવસે ને દિવસે સ્થિતિ વધુ ખરાબ થતી જાય છે. એમાં પણ ખાસ ગુજરાતના રાજકોટ, વડોદરા, અમદાવાદ અને સુરતમાં સ્થિતિ વધુ ખરાબ થતી જાય છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,30,391 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3,396ના કોરોનાને કારણે મોત થયા છે.
 
તો બીજી તરફ 1 લાખ 10 હજાર 490 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 16,505 એક્ટિવ કેસમાંથી 92 દર્દી વેન્ટિલેટર પર અને 16,413 દર્દીની હાલત સ્થિર છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 1,442ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 1,279 દર્દી સાજા થયા છે અને 12 દર્દીના મોત થયા છે.
 
રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 1442 કેસ સામે આવ્યા છે અને 12 લોકોના મોત થયા છે. જ્યારે આજે 1279 લોકો સાજા પણ થયા છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં નોંધાયેલા 12ના મોતમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશન 2, વડોદરા 2, બનાસકાંઠા 1, ગાંધીનગર 1, સુરત 1, સુરત કોર્પોરેશન 1, વડોદરા 1 આ પ્રકારે કુલ 12 લોકોનાં મોત નિપજ્યાં છે.
 
ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર રાજ્યમાં અત્યાર સુધી કુલ  41,10,186 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં 1,30,391 લોકો કોરોના સંક્રમિત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3396 લોકોના મોત થયા છે. 
 
 
રાજ્યમાં અત્યાર સુધી કુલ 1,10,490 લોકો સાજા થયા છે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 16,505 એક્ટિવ કેસ છે જેમાંથી 92 લોકોની હાલત નાજુક છે તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. 
 
 
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,99,639 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,99,252 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 389 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે. 
 
અમદાવાદમાં 35,856 કેસ અને 1,797 લોકોના મોત, સુરતમાં 27,600 કેસ અને 748 લોકોના મોત, વડોદરામાં 11,301 કેસ અને 177 લોકોના મોત, રાજકોટમાં 8,465 કેસ 131 લોકોના મોત, જામનગરમાં 5,502 કેસ અને 33 લોકોના મોત, ગાંધીનગરમાં 3,458 કેસ અને 77 લોકોના મોત, ભાવનગરમાં 3,974 અને 61 લોકોના મોત થયા છે.