સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: બુધવાર, 1 જુલાઈ 2020 (18:15 IST)

હોસ્પીટલે દાખલ થયા વિના અમદાવાદમાં 4789 લોકોએ કોરોનાને મ્હાત આપી

અમદાવાદમાં કોરોનાએ કહેર મચાવ્યો છે.પરંતુ અમદાવાદમાં કુલ 4789 લોકોએ હોસ્પીટલે દાખલા થયા વિના ઘરે બેસીને કોરોનાને હરાવ્યો છે. કોરોના મામલે અમદાવાદમાં ચિંતાજનક સ્થિતિ છે. ત્યારે રાહતના સમાચાર એ પણ છે કે અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 4789 લોકો ઘેર બેઠા જ કોરોનાથી મુકત થયા છે. ગઈકાલે જ અમદાવાદ શહેરમાં 120 લોકોએ કોરોનાને મહાત આપી હતી.જેમાંથી 40 જેટલા લોકોએ દવાખાને-હોસ્પીટલ ગયા વગર ઘેર રહીને જ કોરોનાને હરાવ્યો છે. આમ અત્યાર સુધીમાં 4789 લોકો ઘેર રહીને જ કોરોના મુકત થયા છે. આ સિવાય ગઈકાલે એસવીપીમાંથી 1, અમદાવાદ સિવીલમાંથી 13, સોલા સિવીલમાંથી 9, કિડની હોસ્પીટલમાંથી 1 મળી કુલ 24 લોકો અને ખાનગી હોસ્પીટલમાંથી 56 લોકો કોરોનાથી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં 15,628 લોકોએ કોરોનાને પરાજીત કર્યો છે.