શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : બુધવાર, 2 ડિસેમ્બર 2020 (15:24 IST)

કોરોનાના ટેસ્ટની કિમતમાં રાજ્ય સરકારે કર્યો ઘટાડો, હવે માત્ર 800 થશે RTPCR ટેસ્ટ

નીતિન પટેલે ઉમેર્યુ હતું કે, કોરોનાના દર્દીઓને ખાનગી લેબોરેટરીમાં થતાં ટેસ્ટ માટે જેતે સમયે જે દર નક્કી કરાયા હતા તેમાં પણ નોંધપાત્ર ઘટાડો કર્યો છે. રાજ્યમાં જે તે સમયે ટેસ્ટ માટેની કિટ પણ મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ થતી હતી આજે હવે કીટની સંખ્યામાં અને  કિટના ઉત્પાદનમાં પણ વધારો થતાં આ નિર્ણય કરાયો છે .
તેમણે ઉમેર્યુ કે,ખાનગી લેબોરેટરીમાં જે RTPCR ટેસ્ટ કરવા માટે રૂપિયા ૧૫૦૦ નિયત કરાયા હતા તે ઘટાડીને હવે રૂપિયા ૮૦૦ કરવામાં આવ્યા છે એટલે કે સાતસો રૂપિયાનો ઘટાડો કર્યો છે એ જ રીતે ખાનગી લેબોરેટરીના ટેકનિશિયન લોકોના ઘરે જઈને કે અન્ય હોસ્પિટલમાં જઈને સેમ્પલ લઇને જે ટેસ્ટ કરતાં હતા તેનો દર રૂપિયા ૨૦૦૦ વસુલવામાં આવતો હતો તેમાં પણ રૂપિયા ૯૦૦નો ઘટાડો કરાયો છે એટલે હવે આ ટેસ્ટ પણ  રૂપિયા ૧૧૦૦ માં કરવામાં આવશે.