બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (11:49 IST)

ગુજરાતમાં વેક્સિનેશન ડોઝ ૫ કરોડને પારઃ ૩.૭૦ કરોડ દ્વારા પ્રથમ ડોઝ, ૧.૩૨ કરોડ દ્વારા બંને ડોઝ લેવાયા

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫.૦૨ લાખને કોરોના વેક્સિન આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ વેક્સિનેશન ડોઝનો આંક હવે ૫ કરોડને પાર થઇ ગયો છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર બાદ ગુજરાત ત્રીજું એવું રાજ્ય છે જ્યાં વેક્સિનેશનના પાંચ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યારસુધી ૩.૭૦ કરોડ દ્વારા પ્રથમ ડોઝ જ્યારે ૧.૩૨ કરોડ દ્વારા વેક્સિનના બંને ડોઝ લેવાઇ ચૂક્યા છે. ગુજરાતમાં વેક્સિન લેવા માટે માન્ય એવી ૧૮થી વધુ વયજૂથની કુલ ૪.૮૯ કરોડ વ્યક્તિ છે. આ પૈકી ૭૫% દ્વારા પ્રથમ ડોઝ જ્યારે ૨૭% દ્વારા બંને ડોઝ લેવામાં આવ્યો છે. ગુજરાતમાં ૨.૭૪ કરોડ પુરુષ અને ૨.૨૮ કરોડ મહિલાઓ દ્વારા વેક્સિન લેવામાં આવી છે. દેશમાં સૌથી વધુ રસીકરણ થયું હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ ૮.૨૩ કરોડ સાથે મોખરે, મહારાષ્ટ્ર ૬.૪૦ કરોડ સાથે બીજા, ગુજરાત ૫.૦૨ કરોડ સાથે ત્રીજા, મધ્ય પ્રદેશ ૪.૯૫ કરોડ સાથે ચોથા સ્થાને છે.સમગ્ર દેશમાંથી કુલ ૭૦.૬૧ કરોડ દ્વારા કોરોના  વેક્સિન લેવામાં આવી છે. જેમાં ૫૪.૦૫ કરોડ દ્વારા પ્રથમ ડોઝ અને ૧૬.૬૫ કરોડ દ્વારા બંને ડોઝ લેવામાં આવ્યા છે. ગુજરાતની વાત કરવામાં આવે તો આજે અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ ૪૧૪૪૬ને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. આ સાથે જ અમદાવાદમાં કુલ વેક્સિનેશનનો આંક હવે ૪૯.૯૭ લાખ છે.અમદાવાદ જિલ્લામાંથી કુલ ૧૪.૧૩ લાખ વેક્સિનના ડોઝ અપાયા છે. આમ, અમદાવાદ જિલ્લામાં કુલ વેક્સિનેશન હવે ૬૪.૧૦ લાખ છે. આમ, ગુજરાતનું કુલ રસીકરણનું ૧૨% માત્ર અમદાવાદમાંથી થયું છે.   આજે સુરત શહેરમાં ૩૯૫૫૭, દાહોદમાં ૨૭૨૬૬, બનાસકાંઠામાં ૨૩૨૮૮ અને ખેડામાં ૨૩૨૫૩ દ્વારા કોરોના વેક્સિન લેવામાં આવી હતી. કુલ સૌથી વધુ રસીકરણમાં સુરત ૪૦.૮૭ લાખ સાથે બીજા, બનાસકાંઠા ૨૬.૦૪ લાખ સાથે ત્રીજા, વડોદરા શહેર ૧૯.૦૪ લાખ સાથે ચોથા અને આણંદ ૧૭.૫૦ લાખ સાથે પાંચમાં સ્થાને છે. અત્યારસુધી ડાંગમાં સૌથી ઓછું ૧.૧૯ લાખ, જુનાગઢ શહેરમાંથી ૩૦.૬ લાખ, બોટાદમાંથી ૪.૩૩ લાખ, ગાંધીનગર શહેરમાંથી ૪.૭૭ લાખ અને પોરબંદરમાંથી ૫.૨૧ લાખ દ્વારા કોરોના રસી લેવામાં આવી છે. રાજ્યમાં ૪.૪૮ કરોડ દ્વારા કોવિશિલ્ડ અને ૫૩.૯૪ લાખ દ્વારા કોવેક્સિન લેવામાં આવી છે.