શનિવાર, 13 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Updated : સોમવાર, 27 ડિસેમ્બર 2021 (10:12 IST)

Omicron- તીવ્રતાથી ફેલાઈ રહ્યો ઓમિક્રોન 19 રાજ્યો સુધી પહૉંચ્યો, 70 અને નવા કેસ સામે આવ્યા, અત્યાર સુધી 578 લોકો થઈ ગયા સંક્રમિત

Omicron Variant
દેશમાં કોરોના વાયરસના નવા વેરિએંટ ઓમિક્રોનથી સંક્રમણના કેસ તીવ્રતાથી વધી રહ્યા છે. રવિવારે ઘણા રાજ્યોમાં તીવ્રતાથી વધી રહ્યા છે. રવિવારે ઘણા રાજ્યોમાં આ વેરિએંટથી સંક્રમિત દર્દીઓની ખબર પડી. જે પછી દેશમાં ઓમિક્રોનની સંખ્યા 492 થઈ ગઈ છે. કેરળમાં આજે ઓમિક્રોનના 19 નવા કેસ સામે આવ્યા. જેનાથી રાહ્યમાં કુળ 57 કેસ થઈ ગયા. તેમાં 11 કેસ એર્ણકુલમમાં તિરૂવનંતપુરમમાં 6 અને ત્રિશૂર અને કુન્નુરમાં એક -એક કેસ નોંધાયા. 
મહારાષ્ટ્રમાં રવિવારે જ્યારે ઓમિક્રોનના 31 નવા કેસ નોંધાયા હતા, ત્યારે રાજ્યમાં આ પ્રકારથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 141 થઈ ગઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મુંબઈમાં ઓમિક્રોનના 27 નવા કેસ નોંધાયા છે, જેનાથી શહેરમાં આવા કેસોની સંખ્યા 73 થઈ ગઈ છે. આ તમામ નવા કેસ મુંબઈ એરપોર્ટ પર તપાસ દરમિયાન મળી આવ્યા હતા. જેમાંથી 61 દર્દીઓને ચેપ મુક્ત થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.