મંગળવાર, 2 સપ્ટેમ્બર 2025
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મુંબઈ. , સોમવાર, 3 ફેબ્રુઆરી 2025 (10:22 IST)

Abhishek Sharma: "આ એ જ સ્થાન છે, જ્યા હુ તને જોવા માંગુ છુ..' શિષ્ય અભિષેકની તોફાની સદીથી ગુરૂ યુવરાજે કરી નાખી મોટી માંગ

Abhishek Sharma
ભારતીય ટી20 ટીમના કપ્તાન સૂર્યકુમાર યાદવે ઈગ્લેંડ વિરુદ્ધ પાંચમી અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં સદી જડનારા અભિષેક શર્માની ખૂબ પ્રશ્ંસા કરી. જેને કારણે ટીમ 150 રનની મોટી જીત નોંધાવીને શ્રેણી 4-1 થી પોતાને નામે કરવામાં સફળ રહ્યા. સૂર્યકુમારે મેચમાં અભિષેક અને શિવમ દુબે સાથે બેટિંગ પણ કરાવી જેમણે બે-બે વિકેટ લીધી. મેચમાં મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ લીધી. 
 
તેમણે અભિષેક અને દુબેની બોલિંગ વિશે કહ્યુ - આ રણનીતી નહોતી પણ મેદાન પર તરત જ નિર્ણય લીધો, પણ મને લગ્યુ કે તે વિકેટ લઈ શકે છે અને તેમણે એવુ કર્યુ પણ. પ્લેયર ઓફ ધ મેચ' અભિષેકની 135 રનની સદી વિશે હુ વાત કરતા તેમણે કહ્યુ - તેની રમત જોઈને મજા આવી ગઈ. તેમની ફેમિલી પણ અહી હાજર છે અને મને વિશ્વાસ છે કે તેમને પણ તેની રમત જોઈને મજા આવી હશે.