શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : રવિવાર, 7 નવેમ્બર 2021 (17:27 IST)

AFG vs NZ, T20 World Cup: જારદાનની જોરદાર પારી પર અફગાનિસ્તાનએ ન્યુઝીલેંડને આપ્યુ 125 રનનો લક્ષ્ય

અફઘાનિસ્તાને આ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે જીતવા માટે 125 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ તરફથી નજીબુલ્લાહ ઝદરાને સૌથી વધુ 73 રનની ઇનિંગ રમી હતી.
 
UAE અને ઓમાન વચ્ચે રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો આમને-સામને છે. આ મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન મોહમ્મદ નબીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. નજીબુલ્લાહ ઝદરાનની 48 બોલમાં 73 રનની જોરદાર ઈનિંગના આધારે ટીમે ન્યૂઝીલેન્ડ સામે જીત માટે 125 રનનો ટાર્ગેટ આપ્યો છે. કિવી તરફથી ટ્રેન્ટ બોલ્ટે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય ટિમ સાઉથીને બે વિકેટ મળી હતી.