બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 27 જૂન 2022 (11:27 IST)

કેએલ રાહુલની સર્જરી માટે આથિયા શેટ્ટી જર્મની રવાના, લગભગ એક મહિના સુધી બંને સાથે રહેશે

કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી જર્મની જવા રવાના
પીઠની ઈજા માટે ક્રિકેટર જર્મનીમાં સર્જરી કરાવશે
આથિયા અને કેએલ રાહુલ લગભગ એક મહિના સુધી જર્મનીમાં રહેશે
 
સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી (Athiya Shetty) અને કેએલ રાહુલ (KL Rahul)પોતાના  પ્રેમ સંબંધને લઈને ચર્ચામાં રહે છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે અને બંને એકબીજા સાથે તસવીરો શેર કરતા રહે છે. અથિયા અને કેએલ રાહુલ ઘણીવાર એકસાથે જોવા મળ્યા છે. 
 
આ દરમિયાન તાજેતરમાં બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર છવાયો છે. ફેંસ પણ બંનેને સાથે જોવાનું પસંદ કરે છે. ઉલ્લેખનીય છે કે  બંને તાજેતરમાં જ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જોકે, બંને એરપોર્ટ પર અલગ-અલગ જોવા મળ્યા હતા. બંનેના એરપોર્ટ લુકની વાત કરીએ તો કેએલ રાહુલે ટી-શર્ટ અને પેન્ટ પહેર્યું હતું. જ્યારે, આથિયા શેટ્ટીએ સ્વેટશર્ટ અને ડેનિમ્સ પહેર્યા હતા.
 
સૂત્રોના જનાવ્યા  અનુસાર, આથિયા અને રાહુલ જર્મની જવા રવાના થઈ ગયા છે. જર્મની પહોંચ્યા બાદ કેએલ રાહુલ તેની પીઠની ઈજાની સર્જરી કરાવશે. આ ઈજાના કારણે આ ક્રિકેટર ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ક્રિકેટ ટીમમા ભાગ લઈ શક્યા નથી. સાથે જ આથિયા શેટ્ટી પોતાના બોયફ્રેન્ડ સાથે તેને સપોર્ટ કરવા ગઈ છે. એવા પણ અહેવાલો છે કે ક્રિકેટરની સર્જરીના કારણે બંનેને લગભગ એક મહિના સુધી જર્મનીમાં રહેવું પડશે.