સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 4 સપ્ટેમ્બર 2022 (15:47 IST)

બાંગ્લાદેશના દિગ્ગજ ક્રિકેટરની T20 માંથી નિવૃતિ

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનાં ખેલાડી મુશફિકુર રહીમે ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટથી સન્યાસ લેવાનું એલાન કર્યું છે. તેઓ હવે માત્ર વનડે અને ટેસ્ટ ફોર્મેટમા જ રમશે. 100થી વધારે ટી20 મેચ રમી ચૂકેલા મુશફિકુર રહીમનું આ ફોર્મેટમા સારું પ્રદર્શન રહ્યું છે. તેઓ 6 હાફ સેન્ચુરી ફટકારી ચૂક્યા છે. તેમણે પોતાનો ડેબ્યૂ મેચ ઝીમ્બાબ્વે સામે વર્ષ 2006મા રમ્યો હતો. 
 
જો કે બાંગ્લાદેશી ક્રિકેટર મુશ્ફિકુર રહીમ ત્યારે ઘણો ખુશ થયો હતો. તેણે સોશલ્ય મીડિયામાં લખ્યું હતું કે,'ખુશી એટલે ભારતનું હારવું'. ભારત સેમિફાઇનલ હારી ગયું? તેની આ પોસ્ટ બાદ ભારતના ઘણા ક્રિકેટ ફેન્સ તેના પર ગુસ્સે થયા હતા અને તેને બરબરની સંભળાવી હતી.