મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 13 માર્ચ 2020 (15:10 IST)

કોરોના વાયરસ - આઈપીએલ 18 દિવસ આગળ ઘકેલાઈ, હવે 15 એપ્રિલથી

કોરોના વાયરસને કારણે આઈપીએલનુ વર્તમાન શેડ્યુલ હવે લગભગ બે અઠવાડિયા ખસતુ દેખાય રહ્યુ છે. પહેલા આ મહિનાની 29 તારીખે ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી હતી. પણ ફ્રેચાઈયોએ દર્શકો વગરના ખાલી સ્ટેડિયમમાં આ લીગનુ આયોજન કરવાની ના પાડી દીધી. ન ત્યારબાદ બીસીસીઆઈ અધિકારીઓએ નિર્ણય લીધો છે કે આ ટુર્નામેન્ટને લગભગ બે અઠવાડિયા માટે આગળ ટાળી દેવો જ શ્રેષ્ઠ છે. શનિવારે આઈપીએલની ગવર્નિંગ કાઉંસિલની મીટિંગ પછી બીસીસીઆઈ તેની સત્તાવાર પુષ્ટિ કરશે. 
 
મતલબ હવે આઈપીએલનો નવો શેડ્યુલ રજુ થશે તો તેમા ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) મુકાબલાની સંખ્યા વધુ રહેશે.  આ પહેલા આ વખતે આઈપીએલમાં ડબલ હેડર મુકાબલાની સંખ્યા ઓછી કરવામાં આવી હતી.  પણ આ ચેંજ પછી શરૂઆતના બે અઠવાડિયામાં આઈપીએલની જે મેચ થવાની હતી તેની ભરપાઈ માટે હવે 15 એપ્રિલ પછી અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ ડબલ હેડર મેચ કરીને તેની ભરપાઈ કરાશે. 
 
દરમિયાન, દિલ્હી સરકારે પણ આજે સ્પષ્ટ કરી દીધું છે કે કોરોના વાયરસને કારણે દિલ્હીમાં આઈપીએલ મેચ પ્રેક્ષકો સાથે રહેશે નહીં. નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ સ્પષ્ટ કર્યું છે કે દિલ્હીના ભીડ મેળાવડા સહિતના તમામ ભીડભરી રમતગમતના કાર્યક્રમો રદ કરવામાં આવશે.