શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 9 જાન્યુઆરી 2019 (15:58 IST)

હાર્દિક પંડ્યાની મહિલાઓપર કમેંટને લઈને BCCI એ મોકલી નોટિસ

બીસીસીઆઈએ બુધવારે ભારતીય ક્રિકેટર હાર્દિક પડ્યા અને કેએલ રાહુલને એક ટ્વી શો પર મહિલાઓ પર તેમની ટિપ્પણીને લઈને કારણ બતાવો નોટિસ રજુ કરી.  આ ટિપ્પળીઓની આલોચનાઓ પછી બોર્ડ ખેલાડીઓના આ પ્રકારના ટીવી શોમાં હાજરી આપવા  પર રોક લગાવી શકે છે. કોફી વિથ કરણ ટીવી શો પર પડ્યાની ટિપ્પણીની આલોચના થઈ. જેને સેક્સિસ્ટ કરાર આપવામાં આવી. પાછળથી તેમણે પોતાની ટિપ્પણીઓ બદલ માફી માંગી અને કહ્યુ કે તેઓ શ ઓ ના હિસાબથી ભાવનાઓમાં વહી ગયા હતા. રાહુલે આ આલોચનાઓ પર કોઈ પ્રતિક્રિયા નથી આપી. 
 
 
બીસીસીઆઈનુ કામ જોઈ રહેલ પ્રશાસકોની સમિતિ (COA)ના ચેયરમેન વિનોદ રાયે પીટીઆઈને કહ્યુ, 'અમે હાર્દિક પંડ્યા અને રાહુલને તેમની ટિપ્પણીઓ માટે કારણ બતાવો નોટિસ મોકલી છે.  તેમને આ વિશે સ્પષ્ટીકરણ માટે 24 કલાકનો સમય આપવામાં આવ્યો છે.  આ 25 વર્ષીય ઓલરાઉંડર અને રાહુલ બંને આ સેલીબ્રિટી ચેટ શો માં જોવા મળ્યા જેના મેજબાન કરણ જોહર છે.  પંડ્યાએ ટ્વિટર પર પોસ્ટ કરી. કોફી વિધ કરણ માં મારી ટિપ્પણી માટે હુ દરેક વ્યક્તિ પાસે માફી માંગી રહ્યો છે જેમને મે કોઈ રીતે દુખ પહોંચાડ્યુ છે. તેમણે લખ્યુ ઈમાનદરીથી કહુ તો હુ શો ની પ્રકૃતિ સાથે ભાવનાઓમાં વહી ગયો. હુ કોઈપણ રીતે કોઈની પણ ભાવનાઓને ઠેસ પહોંચાડ્વા માંગતો  નહોતો. 
 
શો પર પંડ્યાએ અનેક મહિલાઓ સાથે પોતાના સંબંધોને મીઠુ મરચુ ભભરાવીને બતાવી અને એ પણ કહ્યુ કે તે પોતાના માતા પિતા સાથે પણ આ વિશે વાત કરે છે.  તેને પૂછવામાં આવ્યુ કે તે ક્લબમાં સ્ત્રીઓના નામ કેમ નથી પૂછતો ત્યારે પંડ્યાએ કહ્યુ હુ તેમને જોવા માંગુ છુ કે તેમની ચાલ કેવી છે. હુ થોડો આવો જ છુ. તેથી મને આ જોવુ ગમે છે કે તે કેવો વ્યવ્હાર કરશે.  ત્યારબાદ આલોચનાઓ શરૂ થઈ ગઈ અને જેને જોતા બીસીસીઆઈના ટોચના અધિકારીએ તેમને ફટકાર લગાવી.  જેની અસર રૂપે ભારતીય ક્રિકેટરોના આ પ્રકારના ક્રિકેટ સાથે સંબંધ ન ધરાવતા શો માં ભાગ લેવા પર પ્રતિબંધ લાગી શકે છે. 
 
હાર્દિક પંડ્યા હાલ ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયામાં છે. જ્યા ટીમે પહેલીવાર ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી પોતાને નામે કરી છે. પડ્યા પીઠ પરના પ્રોબ્લેમમાંથી બહાર નીકળ્યા પછી મેલબર્નમાં બોક્સિંગ ડે પહેલા ટીમ સાથે જોડાયા હતા. જે તેમણે ગયા વર્ષે સંયુક્ત અરબ અમીરાતમાં એશિયા કપ દરમિયાન વાગ્યુ હતુ.  તેઓ 12 જાન્યુઆરીથી સિડનીમાં શરૂ થનારા ત્રણ મેચોની વનડે શ્રેણીમાં રમશે. 
 
વાત એમ હતી કે શો દરમિયાન હોસ્ટ કરણ જોહરે બંને ખેલાડીઓ સાથે તેમની પર્સનલ લાઈફ વિશે સવલ કર્યો હતો. પંડ્યાએ આ દરમિયાન પોતાના વ્યક્તિગત જીવન સાથે જોડાયેલ કેટલાક સવાલોનો જવાબ આપ્યો.  પંડ્યાએ આ દરમિયાન રિલેશનશિપ, ડેટિંગ અને મહિલાઓ સાથે જોડાયેલ સવાલોના જવાબ આપીને ફેસને ચોકાવી દીધા.  પંડ્યએ જણાવ્યુ કે તેમના પરિવારના લોકોના વિચાર ખૂબ ઓપન છે અને જ્યારે તેમણે પહેલીવાર યુવતી સાથે શારીરિક સંબંધ બનાવ્ય તો ઘરે આવીને તેમને કહ્યુ, આજે હુ કરીને આવ્યો છુ. પંડ્યાએ પોતાના જૂના સમયને યાદ કરતા જણાવ્યુ કે તે પોતાના માતા પિતાને પાર્ટીમાં લઈને ગયા જ્યા હાર્દિકકો પૂછવામાં આવ્યુ કે તે કોણે જોઈ રહ્યો છે તો તેણે વારાફરતી બધી મહિલાઓ તરફ આંગળી બતાવીને કહ્યુ હુ બધાને જોઈ રહ્યો છુ.  પંડ્યાની મહિલા વિરોધી વાતો સાંભળ્યા પછી સોશિયલ મીડિયાએ તેમને નિશાને લીધા હતા અને તેમના આ વલણને ખૂબ  જ શરમજનક બતાવી. બીજી બાજુ સચિન તેંદુલકર સાથે જોડાયેલ કમેંટને લઈને સોશિયલ મીડિયિઆ પર ફેંસે તેમનો ખૂબ વિરોધ કર્યો.