શનિવાર, 16 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મુંબઈ. , ગુરુવાર, 8 ડિસેમ્બર 2016 (15:58 IST)

Ind vs Eng. - ભુવનેશ્વરે અમ્પાયરને કર્યા ઘાયલ

ભારત અને ઈગ્લેંડ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં ગુરૂવારથી શરૂ થયેલ ચોથી ક્રિકેટ ટેસ્ટના પ્રથમ દિવસ દરમિયાન મેદાન પર હાજર ઓસ્ટ્રેલિયાના અંપાયર કે પૉલ રીફેલના માથા પર બોલ વાગવાથી તેઓ ઘાયલ થઈ ગયા. જેને કારણે તેમને હોસ્પિટલ લઈ જવા પડ્યા. 
50 વર્ષીય પૉલને ભારતીય ઝડપી બોલર ભુવનેશ્વર કુમારના થ્રો થી બોલ માથા પર જઈ વાગી જ્યાર પછી તેઓ મેદાન પર જ બેસી ગયા. બંને ટીમોના ખેલાડીઓએ મેચ રોકી તેમને ઘેરી લીધા. ત્યારબાદ ઈગ્લેંડના ફિજિયો તરત મેદાન પર પહોંચ્યા અને પ્રાથમિક ઉપચાર પછી અંપાયરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.  તેમને વાગ્યાની ગંભીરતાને લેતા પૉલના માથાનો સ્કેન કરાવવામાં આવશે. 
 
આ દરમિયાન થર્ડ અંપાયર મરાઈસ ઈરાસમસને પૉલના સ્થાન પર ઉતારવામાં આવ્યા. બીજી બાજુ થર્ડ અમ્પાયરની ભૂમિકા હવે ચેટ્ટીથોડી શમશુદ્દીન ભજવશે.  52 વર્ષીય મરાઈસ દક્ષિણ આફ્રિકાના નિવાસી છે અને 67 ટેસ્ટ મેચમાં અંપાયર અને ટીવી અંપાયરની ભૂમિકા ભજવી ચુક્યા છે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયાઈ અંપાયર 44 ટેસ્ટમાં અંપાયરિંગ કરી ચુક્યા છે.  ભારત અને ઈગ્લેંડ વચ્ચે 5 ટેસ્ટની શ્રેણીની ચોથી મેચની શરૂઆત ગુરૂવારથી જ થઈ છે. આ મેચમાં ઝડપી બોલર ભુવનેશ્વરને ઘાયલ મોહમ્મદ શમીના સ્થાન પર મેજબાન ટીમે અંતિમ અગિયારમાં સામેલ કર્યા છે.