શુક્રવાર, 22 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : બુધવાર, 2 ફેબ્રુઆરી 2022 (23:07 IST)

વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI સિરીઝ પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો, 8 ખેલાડીઓ કોરોના પોઝિટિવ મળ્યા

India suffered a major setback before the ODI series against the West Indies
ભારતીય ક્રિકેટ ટીમના 3 ખેલાડીઓ કોરોના સંક્રમિત
શિખર ધવન, શ્રેયસ ઐયર, ઋતુરાજ કોરોના સંક્રમિત
8 ભારતીય ક્રિકેટર અમદાવાદમાં સેલ્ફ આઈસોલેટેડ
ભારતીય ટીમનો સપોર્ટિંગ સ્ટાફ પણ સંક્રમિત
અમદાવાદના મોટેરામાં ભારત અને ઈન્ડિઝની છે મેચ
6 ફેબ્રુઆરીએ રમાનારી વન - ડે મેચ પર ખતરો

વેસ્ટ ઈન્ડિઝ સામે 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે ભારતીય ક્રિકેટ ટીમના 8 ખેલાડીઓ કોરોના સંક્રમિત મળવાના સમાચાર છે. કહેવાઈ રહ્યું છે કે ટીમ ઈન્ડિયાના 8 સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ઓપનર શિખર ધવન, બેકઅપ ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરનો સમાવેશ થાય છે. બાકીના 5 ખેલાડીઓના નામ હજુ સુધી કન્ફર્મ થયા નથી.
 
ભારતીય ટીમના ખેલાડીઓ વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી પહેલા અમદાવાદ પહોંચી ગયા છે, જ્યાં આ ત્રણ મેચની શ્રેણી યોજાવાની છે. આ સિરીઝ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી શરૂ થવાની છે, પરંતુ તે પહેલા ભારતીય ટીમમાં કોરોના બોમ્બ ફૂટ્યો છે. ટીમ ઈન્ડિયાના લગભગ અડધા સભ્યો કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળે છે. અત્યાર સુધી માત્ર ત્રણ નામોની પુષ્ટિ થઈ છે, જ્યારે બાકીના ખેલાડીઓ કોણ છે તેની માહિતી સામે આવી નથી. ભારતીય ટીમ ટૂંક સમયમાં શ્રેણી પહેલા નેટ સેશનમાં ભાગ લેવાની હતી, પરંતુ હવે બધાએ રાહ જોવી પડશે.