શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 1 ફેબ્રુઆરી 2023 (09:42 IST)

ભારત v/s ન્યુઝીલેન્ડ: ઘરની બહાર નિકળતાં પહેલાં વાંચી લેજો આ સમાચાર, જાણી લો ડાયવર્ઝન રૂટની માહિતી

અમદાવાદ શહેરમાં આજે તા.૧/૨/૨૦૨૩ના રોજ ‘નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ” મોટેરા,સાબરમતી, અમદાવાદ શહેર ખાતે ભારત v/s ન્યુઝીલેન્ડ દેશની વચ્ચે ટી-૨૦ ક્રિકેટ મેચ રમાનાર છે. આ મેચ જોવા મોટા પ્રમાણમાં અને મર્યાદીત સમયમાં વાહનો સાથે આવતા દર્શકો, ખેલાડીઓ અને સેલીબ્રીટીને જોવા માટે એકઠી થતી આમ જનતા વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફીક પ્રવાહ સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો બનતા નિવારવા સંજય શ્રીવાસ્તવ, આઇપીએસ, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને મળેલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની પેટા કલમ 33(૧) (બી) (સી) અને ગુજરાત મોટર વાહન નિયમો ૧૯૮૯ના નિયમ-૨૦૭ અંતર્ગત મળેલી સત્તાની રુએ પ્રતિબંધ ફરમાવ્યો છે. 
 
અમદાવાદ શહેરમાં તા.૧/૨/૨૦૨૩ના રોજ ‘નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ” મોટેરા,સાબરમતી, અમદાવાદ શહેર ખાતે ભારત v/s ન્યુઝીલેન્ડ દેશની વચ્ચે ટી-૨૦ ક્રિકેટ મેચ દરમ્યાન નીચે જણાવેલ માર્ગ/વિસ્તાર પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવે છે. 
 
વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત માર્ગ ની વિગત : જનપથ ટી થી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઇ કૃપા રેસીડન્સી ટી થઇ મોટેરા ટી. સુધીનો જતો-આવતો માર્ગ. 
 
વૈકલ્પિક માર્ગની વિગત :  તપોવન સર્કલથી વિસત ટી થી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધ રાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે.  કૃપા રેસીડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ-કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે. 
 
આ હુકમ કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધીન રહીને તા.૦૧/૦૨/૨૦૨૩ના કલાક ૧૫.૦૦થી ૦૦.૦૦ તથા તા. ૦૨/૦૨/૨૦૨૩ના રાત્રીના કલાક ૦૦.૦૦થી ૦૨.૦૦ સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાના આદેશોનું ઉલ્લઘંન કરનાર ઇસમ ભારતીય ફોજદારી ધારા કલમ-૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે