શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 5 ઑગસ્ટ 2019 (11:53 IST)

8 વર્ષ પછી ભારતને મળી સફળતા, ઈંડિઝના ઘરમાં જીતી ટી-20 શ્રેણી

ભારતે વેસ્ટઈંડિઝને ફ્લોરિડામાં રમાયેલ બીજી ટી-20 મેચમાં પણ માત આપીને ત્રણ મેચોની શ્રેણીમાં 2-0થી અજેય બઢત બનાવી લીધી છે. આ સાથે જ ભારતે વેસ્ટઈંડિઝને આ ટી-20 શ્રેણીમાં માત આપી છે. 
 
ટી-20 શ્રેણીની એક મેચ વધુ રમાવવાની બાકી છે. જે મંગળવારે 6 ઓગસ્ટના રોજ ગુયાનામાં થશે. ટીમ ઈંડિયાએ વેસ્ટઈંડિઝ વિરુદ્ધ તેમની ધરતી પર આઠ વર્ષ પછી ટી-20 શ્રેણી જીતી છે. 
 
ગઈ વખતે ભારતે 2011 માં વેસ્ટઈંડિઝમાં 1-0થી શ્રેણી જીતી હતી. પણ 2016 અને 2017માં વેસ્ટઈંડિઝએ ભારતને બે વાર હરાવ્યુ છે. 
 
વેસ્ટ ઈંડિઝે ભારતને પોતાના ઘરમાં 2016માં બે મેહ્કની ટી-20 શ્રેણીમાં 1-0થી માત આપી હતી. ત્યારબદ 2017માં પોતના ઘરમાં જ ફરીથી ભારતને 1-0થી માત આપી હતી. 
 
બંને ટીમ વચ્ચે અત્યાર સુધી કુલ 13 ટી-20 મુકાબલા રમાયા છે. તેમાથી ભારતીય ટીમે સાતમાં જીત મેળવી છે. જ્યારે કે વેસ્ટઈંડિઝને પાંચ મેચમાં જીત મળી છે.  એક મુકાલબામાં પરિણામ આવ્યુ નહોતુ.