1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 3 જુલાઈ 2019 (14:23 IST)

વર્લ્ડકપ ટીમમાં પસંદગી ન પામેલા અંબાતી રાયડુએ ક્રિકેટના બધા ફોર્મેટમાંથી લીધો સંન્યાસ

ભારતીય મધ્યમક્રમના બેટ્સમેન અંબાતી રાયડુ એ બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો. તેમણે બીસીસીઆઈને ચિઠ્ઠી લખીને ક્રિકેટના બધા ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી. રાયડુને વર્લ્ડ કપની 15 સભ્યોની ટીમમાં લેવામાં આવ્યો નહોતો. જો કે રાયડુ આઈપીએલમાં રમશે કે નહી એ સ્પષ્ટ નથી. 
 
વર્લ્ડ કપ સ્કવૉડમાં રાયડુને રિઝર્વમાં નાખીને ઓલ રાઉંડર વિજય શંકરને તક આપવામાં આવી હતી. શંકરને પસંદ કરવા પાછળ પસંદગીકારોએ તેને 3 ડી પ્લેયર મતલબ બેટ્સમેન બોલર અને ફિલ્ડર બતાવ્યો હતો. જેના પર રાયડુએ ટ્વીટ કર્યુ હતુ કે મે 3 ડી ગ્લાસ ખરીદી લીધા છે. 
 
રાયડુને છોડીને મયંક અને પંતની થઈ પસંદગી 
 
વર્લ્ડ કપમાં શિખર ધવન અને વિજય શંકરના ઘાયલ થવા છતા રાયડુને તક મળી.  તેને નજર અંદાજ કરતા ઋષભ પંત અને મયંક અગ્રવાલની પસંદગી થઈ.  આઈસલેંડ ક્રિકેટે પણ ટ્વીટ દ્વારા રાયડુને પોતાની સાથ જોડવાની ઓફર આપી હતી.