રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 2 જૂન 2023 (11:08 IST)

Indian Team Jersey - ટીમ ઇન્ડિયાની નવી જર્સી લોન્ચ

Team india new jercy 2023
Photo : Instagram

Indian Team Jersey- ભારતે 7 જૂનથી ઓસ્ટ્રેલિયા સામે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની છે અને આ ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને નવી જર્સી મળી ગઈ છે.
 
ભારતીય ટીમને 7 થી 11 જૂન દરમિયાન ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની છે અને આ ટાઈટલ મેચમાં ટીમ ઈન્ડિયા નવી જર્સી પહેરશે.
 
એડિડાસ ઈન્ડિયાએ પોતાના ટ્વિટર પર જર્સી લૉન્ચ કરવાનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં ટીમ ઈન્ડિયાની જર્સી ટ્રેનની ઉપર હવામાં લટકતી હોવાનું કહેવાય છે.ભારતની નવી ટેસ્ટ જર્સીના ખભા પર ત્રણ કાળી પટ્ટીઓ છે જે એડિડાસની જર્સીમાં સામાન્ય છે.આ કંપનીના લોગોમાં પણ ત્રણ લાઈન છે. તે જ સમયે, T20 અને ODI ટીમની જર્સી પણ લોન્ચ કરવામાં આવી છે.