1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 16 માર્ચ 2017 (09:53 IST)

IndvsAus: ત્રીજી ટેસ્ટ મેચ આજે, ટીમ ઈંડિયામાં આ ખેલાડીએ કર્યુ કમબેક, ઓસ્ટ્રેલિયાની બેટિંગ...

ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે 4 મેચોની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થઈ ચુકી છે. ઓસ્ટ્રેલિયાઈ કપ્તાન સ્ટીવ સ્મિથે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  રાંચીમાં પ્રથમવાર ટેસ્ટ ક્રિકેટ રમાય રહી છે. ઓસ્ટ્રેલિયાઈ ટીમ જ્યા પોતાના બે સ્ટાર પ્લેયર્સ મિશેલ સ્ટાર્ક અને મિશેલ માર્શના ઘાયલ થવાથી મુસીબતમાં છે તો બીજી બાજુ ટીમ ઈંડિયા આનો ફાયદો ઉઠાવીને આ મેચમાં જીત સાથે જ શ્રેણીમાં બઢત લેવા માંગશે. 
 
ટીમ ઈંડિયા અને ઓસ્ટ્રેલિયાએ કર્યો ટીમમાં આ ફેરફાર 
 
રાંચી ટેસ્ટ માટે ટીમ ઈંડિયામાં એક ફેરફાર થયો છે. અભિનવ મુકુંદના સ્થાન પર મુરલી વિજયનું કમબેક થઈ ગયુ છે. વિજય ઘાયલ થવાને કારણે અગાઉની ટેસ્ટ મેચ રમી શક્યો નહોતો. બીજી બાજુ ઓસ્ટ્રેલિયાની ટીમમાં ગ્લેન મૈક્સવેલ અને પૈટ કમિંસને ઘાયલ મિશેલ સ્ટાર્ક અને મિશેલ માર્શના સ્થાન પર ટીમમાં સ્થાન મળ્યુ છે. 

 
બંને ટીમ આ પ્રકારની છે. 
 
ભારત - મુરલી વિજય, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિક્ય રહાણે, કરુણ નાયર, આર. અશ્વિન, રિદ્ધિમાન સાહા, રવિન્દ્ર જડેજા, ઉમેશ યાદવ અને ઈશાંત શર્મા. 
 
ઓસ્ટ્રેલ્ક્યા - ડેવિડ વોર્નર, મૈટ રૈનશૉ, સ્ટીવ સ્મિથ, શૉન માર્શ, પીટર હૈડ્સકોમ્બ, ગ્લેન મૈક્સવેલ, મૈથ્યૂ વેડ, સ્ટીવ ઓકીફે, નાથન લિયોન, પૈંટ કમિંસ અને જોશ હેજલવુડ.