ભારતે ચેન્નઈ ટેસ્ટ ઈનિંગ અને 75 રનથી જીત્યુ, જડેજાએ લીધી 10 વિકેટ, 4-0થી ટીમ ઈંડિયાએ જીતી શ્રેણી

મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (16:29 IST)

Widgets Magazine

ભારતે ઈગ્લેંડ વિરુદ્ધ પાંચમી ટેસ્ટ મેચ એક ઈનિંગ અને 75 રનથી જીતી લીધી. મેચના અંતિમ દિવસે ભારતની લીડનો પીછો કરતા ઈગ્લેંડની આખી ટીમ બીજી ઈંનિંગમાં 207 રન પર આઉટ થઈ ગઈ. ભારત માટે રવિન્દ્ર જડેજાએ બીજી ઈનિંગમાં 48 રન આપીને 7 વિકેટ લીધી. બીજી બાજુ આ મેચમાં તેમણે કુલ ઝડપી.  આ પહેલા ચોથા દિવસે ભારતે પોતાની પ્રથમ ઈનિંગ સાત વિકેટ પર 759 રન બનાવીને ડિકલેયર કરી હતી.  પ્રથમ ઈનિંગમાં ભારતને 282 રનની લીડ મળી.  ઈગ્લેંડની પ્રથમ ઈનિગમાં 477 રન બનાવ્યા હતા. ભારતે પાંચ મેચોની આ શ્રેણી 4-0થી પોતાને નામ કરી લીધી. કેવી રીતે ગબડી ઈગ્લેંડની વિકેટ... 
 
- બીજી ઈનિંગમાં ઈગ્લેનને પ્રથમ ઝટકો કપ્તાન એલિસ્ટર કુક (49)ના રૂપમાં લાગ્યો. જડેજાની બોલ પર લોકેશએ કેચ લપકી લીધો. 
- આ શ્રેણીમાં છઠ્ઠી તક છે જ્યારે કુકની વિકેટ જડેજાએ લીધી આ પહેલા કુક એક શ્રેણીમાં આટલીવાર કોઈ એક બોલરના હાથે આઉટ નથી થયો. 
- કુકને આઉટ કર્યાના ચાર ઓવર પછી જ જડેજાએ ઈગ્લેંડને બીજો પણ ઝટકો આપી દીધો. 
- જડેજાએ ફિફ્ટી પૂરા કરી ચુકેલા જેનિંગ્સને પોતાની જ બોલ પર કેચ કરી લીધો. કીટન જેનિંગ્સ 54 રન પર આઉટ થયો 
- ઈગ્લેંડની આગામી અને ત્રીજી વિકેટ પણ જડેજાને મળી. તેમણે 49.6 ઓવરમાં જે રૂટ(6) ને lbw કરી પેવેલિયન મોકલી આપ્યા. 
- મેહમાન ટીમને ચોથો ઝટકો 52.2 ઓવરમાં ઈશાંત શર્માએ આપ્યો અને આ વિકેટ પણ જડેજાએ લીધી. 
- ઈશાંતની બોલ પર જૉની બેયરસ્ટો(1) આઉટ થયો. જડેજાએ મિડ વિકેટ પર ઉધી બાજુ દોડતા તેમનો શાનદાર કેચ લપક્યો. 
- પાંચમી વિકેટ મોઈન અલી (44)ની રહી. 71.2 ઓવરમાં જડેજાએ અલીને અશ્વિનના હાથે કેચ કરાવ્યો. આ તેમની ચોથી વિકેટ હતી. 
- એક ઓવર પછી જ 73.2 ઓવરમાં જડેજાએ બેન સ્ટોકસ (23)ને કરુણ નાયરના હાથે કેચ કરાવી તેમને આઉટ કર્યો. 
- આગામી ઓવરની અંતિમ બોલ પર અમિત મિશ્રાએ લિયામ ડૉસન(0)ને બોલ્ડ કરી દીધો. 
- આઠમી વિકેટ ઉમેશ યાદવને મળી. તેમણે આદિલ રાશિદ (2)ને જડેજાને હાથે કેચ કરાવી દીધો. 
 
 
જડેજાને પ્રથમ વાર મળી 10 વિકેટ 
 
- જડેજાએ પોતાના ટેસ્ટ કેરિયરમાં પહેલીવાર કોઈ મેચમાં 10 વિકેટ ઝડપી 
- મેચની પ્રથમ ઈનિંગમાં તેમણે 3 વિકેટ લીધી હતી અને બીજી ઈનિંગમાં તેમણે 7 વિકેટ લીધી. જ્યારબાદ મેચમાં તેણે કુલ વિકેટ 10 લીધી. 
- મેચની પ્રથમ ઈનિંગમાં તેમણે 3 વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં તેમણે 7 વિકેટ લીધી. આ રીતે તેની કુલ વિકેટ 10 થઈ ગઈ. 
- બીજી ઈનિંગમાં તેમણે એલિસ્ટર કુક, જેનિંગ્સ, જો રૂટ, મોઈન અલી, બેન સ્ટોક્સ, સ્ટુઅર્ટ બ્રોડ અને જૈક બૉલને આઉટ કર્યો. 
 
મેચ સમરી 
 
ઈગ્લેંડ 477 અને 207 રન 
ભારત 759/7 (ડિક્લેયર) 
ભારતે બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ભારત ચેન્નઈ ટેસ્ટ જડેજા 10 વિકેટ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર વ્યાપાર સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat News Rajkot News Live Gujarati News Latest Gujarati Samachar Latest Gujarati News

Loading comments ...

ક્રિકેટ

news

IND vs ENG ટેસ્ટમાં ત્રિપલ સેંચુરી મારનાર કરુણ નાયર વિશે જાણો 10 રોચક તથ્યો

કર્ણાટકના બેટ્સમેન કરુણ નાયરને શનિવારે મોહાલી ટેસ્ટ્માં ઈગ્લેંડ વિરુદ્ધ ટેસ્ટ પદાર્પણ ...

news

કરુણ નાયરની ડબલ સેંચુરી - જે સચિન અને વીરેન્દ્ર સહેવાગ જેવા બેટ્સમેન પણ નથી કરી શક્યા. તે આ બેટ્સમેને કરી બતાવ્યુ.

જે સચિન તેન્દુલકર અને વીરેન્દ્ર સહેવાગ જેવા બેટ્સમેન પણ નથી કરી શક્યા. તે આ બેટ્સમેને કરી ...

news

સ્કોરકાર્ડ - પાંચમી ભારત-ઈગ્લેંડ ટેસ્ટ મેચ

ચેન્નઈ એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં ભારત અને ઈગ્લેંડ વચ્ચે રમાયેલ પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચનો ...

news

IndVsEng: લંચ સુધી ભારતએ બનાવ્યા 1 વિકેટ પર 173 રન , રાહુલ શતકના નજીક

ચેન્નઈમાં ભારત અને ઈંગ્લેંડના વચ્ચે રમાતા સીરિજના પાંચમા અને અંતિમ ટેસ્ટના ત્રીજા દિવસે ...

Widgets Magazine