મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 30 જૂન 2021 (15:29 IST)

Khel Ratna Award 2021: ખેલ રત્ન માટે મોકલાશે મિતાલી રાજ અને અશ્વિનનુ નામ, BCCI એ કર્યુ એલાન

Khel Ratna Award 2021:  ભારતીય ક્રિકેટ બોર્ડે દેશનુ સર્વોચ્ચ ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન માટે મહિલા ક્રિકેટની દિગ્ગજ ખેલાડી મિતાલી રાજના નામની ભલામણ કરવાનો નિર્ણય કર્યો છે. મિતાલી રાજ ઉપરાંત ઈંડિયાના નંબર વન સ્પિનર રવિચંદ્રન અશ્વિનનુ નામ પણ રાજીવ ગાંઘી ખેલ રત્ન સન્મના માટે મોકલવામાં આવશે. અર્જુન પુરસ્કાર માટે બીસીસીઆઈએ ત્રણ ખેલાડીઓના નામ મોકલવાનો નિર્ણય કર્યો છે. 
 
અર્જુન પુરસ્કાર માટે બોર્ડ સીનિયર બેટ્સમેન શિખર ધવન, લોકેશ રાહુલ અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહનુ નામ મોકલશે. ગયા વર્ષે ધવનના નામને નજર અંદાજ કરવામાં આવ્યુ હતુ. અર્જુન પુરસ્કાર માટે જો કે કોઈ મહિલા ક્રિકેટરનુ નામ મોકલાયુ નથી. બીસીસીઆઈના અધિકારીએ કહ્યુ, અર્જુન પુરસ્કાર માટે કોઈ મહિલા ક્રિકેટરનુ નામાંકન કરવામાં આવ્યુ નથી. ખેલ રત્ન માટે મિતાલીના નામની ભલામણ કરવામાં આવી છે. 
 
હવે એ જોવાનુ રહેશે કે ખેલ મંત્રાલય દ્વારા નિમાયેલી પૈનલ ઓલંપિક વર્ષમાં મિતાલીને પુરસ્કાર માટે પસંદ કરે છે કે નહી. મિતાલીએ ગયા અઠવાડિયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 22 વર્ષ પુરા કર્યા. આ 38 વર્ષીય ખેલાડી સાત હજારથી વધુ રન સાથે એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી સફળ બેટ્સમેન રહી છે. 
 
મિતાલી અને અશ્વિનને મળી ચુક્યો છે અર્જુન પુરસ્કાર 
 
મિતાલીની જેમ અર્જુન પુરસ્કાર મેળવી ચુકેલા અશ્વિને પણ ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સતત સારુ પ્રદર્શન કર્યું છે. તેમણે 79 ટેસ્ટમાં 413  વિકેટ લેવા ઉપરાંત વનડે અને ટી-20ની આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ તેણે અનુક્રમે 150 અને 42  વિકેટ ઝડપી હતી. જોકે, હવે તે  મેચના ટૂંકા પ્રારૂપમાં ભારત માટે રમતા નથી.  અશ્વિન તાજેતરમાં સમાપ્ત થયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં સૌથી વધુ વિકેટ ઝડપી હતી
 
ધવન શ્રીલંકામાં લિમિટેડ ઓવરની શ્રેણીમાં ભારતની કપ્તાની કરશે અને તેઓ અર્જુન એવોર્ડનો પ્રબળ દાવેદાર છે. ડાબા હાથના બેટ્સમેને 142 વન-ડે આંતરરાષ્ટ્રીય મેચમાં 5977 રન બનાવવા ઉપરાંત ટેસ્ટ ક્રિકેટ અને ટી 20 મેચોમાં અનુક્રમે 2315 અને 1673 રન બનાવ્યા હતા.