સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શનિવાર, 16 જાન્યુઆરી 2021 (10:19 IST)

હાર્દિક પંડ્યા અને કુણાલ પંડ્યાના પિતાનુ હાર્ટ એટેકથી નિધન

ટીમ ઈડિયાના સ્ટાર ઓલરાઉંડર હાર્દિક પંડ્યા અને કુણાલ પંડ્યાએ કાર્ડિયેલ અરેસ્ટને કારણે આજે સવારે પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી. આ બંને ભાઈ વડોદરા તરફથી સૈય્યદ મુશ્તાક અલી ટી-20 ટુર્નામેન્ટમાં રમી રહ્યા હતા. પિતાના નિધનના સમાચાર મળતા જ હાર્દિક પંડ્યા અને કુણાલ પંડ્યા પોતાના ઘર માટે રવાના થઈ ગયા. 


હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યા સુરતમાં ફાઇનાન્સનો વેપાર કરતા હતા. જોકે થોડા સમય બાદ 1998માં તેમના પિતા વેપાર બંધ કરીને વડોદરા જવા મજબૂર થયા હતા. એ સમયે હાર્દિક પંડ્યા માત્ર પાંચ વર્ષનો હતો. વડોદરામાં પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. હાર્દિકના પિતાને ક્રિકેટની રમત ખૂબ પસંદ હતી. તેઓ હંમેશાં પોતાના બંને દીકરાને પાસે બેસાડી મેચ દર્શાવતા હતા તો અનેકવાર મેચ જોવા માટે સ્ટેડિયમ પણ લઈ જતા હતા.  અહીથી બન્ને ભાઇઓનો ક્રિકેટમાં રસ જાગ્યો 
 
હાર્દિક પંડ્યાના પિતાની આર્થિક સ્થિતિ સારી નહતી, કેટલીક વખત હાર્દિક અને તેના ભાઇ કૃણાલને દિવસમાં એક વખત જ ભોજન મળી શકતુ હતું. તેમના પિતા હિમાંશુ પંડ્યાને કેટલીક વખત હાર્ટ એટેક પણ આવી ચુક્યો છે. ખરાબ સ્વાસ્થ્યને કારણે નોકરી પણ કરવી મુશ્કેલ હતી. હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાને પિતાએ આર્થિક તંગી હોવા છતાંય કિરણ મોરેની એકેડમીમાં એડમિશન અપાવ્યું હતું અને 5 વર્ષના હાર્દિક અને 7 વર્ષના કૃણાલે ક્રિકેટ એકેડમી જોઇન કરી હતી. દીકરાની રમત પ્રત્યેની લગન જોઇ તેના પિતા વડોદરાથી મુંબઇ શિફ્ટ થઇ ગયા હતા.  હાર્દિક પંડ્યા ધોરણ-9માં નાપાસ થયો હતો. ત્યાર બાદ તેણે સમગ્રપણે ક્રિકેટ પર ફોકસ કરવા માટે અભ્યાસ છોડી દીધો હતો. હાર્દિક 17 વર્ષનો હતો ત્યારે તેની પાસે પોતાની ક્રિકેટ કિટ પણ નહોતી. બંને ભાઈઓએ લગભગ એક વર્ષ સુધી બરોડા ક્રિકેટ એસોસિયેશન પાસેથી ક્રિકેટ કિટ લઈને કામ ચલાવ્યું હતું.
 
અંડર-19 ક્રિકેટ દરમિયાન હાર્દિક અને કૃણાલ પાસે પૈસા રહેતા ન હતા, જેને કારણે તે મેગી ખાઈને કામ ચલાવતા હતા. આ દરમિયાન હાર્દિકના પરિવારની હાલત પણ કાંઈ ઠીક ન હતી. જોકે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ખરીદાયા બાદ હાર્દિક અને તેના પરિવારનું જીવન બદલાઈ ગયું હતું. એ બાદ તે સતત શાનદાર પ્રદર્શન કરતો રહ્યો અને ભારતીય ટીમમાં જગ્યા બનાવી લીધી છે.