ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 12 જૂન 2017 (10:58 IST)

India v/s SA - ધોની કહેવા પર કોહલીએ ભુવનેશ્વર પકડાવી બોલ અને થયો મેઝીક..

ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. જ્યા તેની ટક્કર બાંગ્લાદેશ સાથે થશે.  રવિવારે રમાયેલ મેચમાં ભારતીય ટીમનો સંપૂર્ણ દબદબો રહ્યો. પછી ભલે બેટિંગની વાત હોય કે બોલિંગની કે પછી ફિલ્ડિંગની. મેચ દરમિયાન એકવાર ફરી મહેન્દ્ર સિંહ ધોનીનો જાદુ જોવા મળ્યો. 
 
દક્ષિણ આફ્રિકાની રમતના 43મી ઓવરમાં જ્યારે કપ્તાન વિરાટ કોહલીએ જસપ્રીત બુમરાહને બોલિંગ આપી તો એ સમયે કોહલી ધોની પાસે સ્લિપમાં ઉભા હતા.  ત્યારે ધોનીએ કોહલીને ભુવનેશ્વરને બોલ આપવા કહ્યુ, ત્યારબાદ અંતિમ સમયે ભુવી બોલિંગ કરવા આવ્યા અને ધોનીનો નિર્ણય એકદમ યોગ્ય સાબિત થયો. ભુવનેશ્વરે એ ઓવરમાં સતત બે બોલ પર બે વિકેટ લીધી અને આફ્રિકાને ઓછા સ્કોર પર જ રોકવામાં સફળ થયા. 
 
કોહલીએ કર્યા વખાણ 
 
મેચ પછી કોહલીએ કહ્યુ કે ગેમમાં કોઈપણ ચરણમાં મહેન્દ્ર સિંહ ધોની તરફથી મળનારી સલાહ હંમેશા સટીક હોય છે. આવા અનુભવી ખેલાડીથી મળનારા ઈનપુટ અનમોલ હોય છે. તેમણે કહ્યુ કે બોલરોએ દબાણ બનાવ્યુ અને તેને કારણે અમે એક ચોક્કસ અંતરે વિકેટ મેળવતા ગયા. 
 
ભારતીય ટીમે રોમાંચક મુકાબલામાં દક્ષિણ આફ્રિકાને હરાવીને સેમીફાઈનલમાં પોતાનુ સ્થાન પાકુ કરી લીધુ છે.  સાઉથ આફ્રિકાએ ટીમ ઈંડિયાને જીત માટે 192 રનનુ લક્ષ્ય આપ્યુ હતુ. જેના જવાબમાં ટારગેટનો પીછો કરતા ભારતે 38 ઓવરમાં જ 193 રન બનાવી લીધા અને આ મેચ 8 વિકેટથી પોતાના નામે કરી લીધી.  ટીમ ઈંડિયા માટે વિરાટ કોહલીએ શાનદાર 76 રન અને શિખર ધવને 78 રન બનાવ્યા.