શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 26 નવેમ્બર 2022 (21:42 IST)

હા તો ન આવશો, ફોર્સ કરી કોણ રહ્યું છે.... ભારતમાં ટીમ ન મોકલવાની ધમકી પર ટ્રોલ થયા રમીજ રાજા

ramiz raja
Ramiz Raja: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડાએ આજે ​​એવું નિવેદન આપ્યું છે જેનાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. રાજાએ કહ્યું કે જો ભારત આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં આવે તો અમારી ટીમ પણ 2023 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારત નહીં જાય. તેના આ નિવેદન માટે રમીઝને ભારે ટ્રોલ થવું પડ્યું છે. ખાસ કરીને ભારતીય ચાહકોએ ટ્વિટર પર રમીઝનું ફુલ બેન્ડ વગાડ્યું છે.
 
પાકિસ્તાન નહી રમેં તો વર્લ્ડ કપ જોશે કોણ - રમીઝ
 
BCCI સેક્રેટરી જય શાહે તાજેતરમાં એશિયા કપ 2023 માટે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન જવાની વાતને ફગાવી દીધી હતી. તેમના નિવેદન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) હચમચી ગયું હતું. તે સમયે પણ પીસીબી ચીફ રમીઝ રાજાએ એવું નિવેદન આપ્યું હતું કે, જો તેઓ એશિયા કપ રમવા નહીં આવે તો અમે વનડે વર્લ્ડ કપ 2023 માટે ભારત નહીં જઈએ. આ અંગે રમીઝ રાજાએ ફરી એકવાર આકરા નિવેદન આપ્યું છે. આ વખતે પણ તેણે પોતાનું નિવેદન પુનરાવર્તિત કર્યું અને એમ પણ કહ્યું કે પાકિસ્તાન નહી રમેં તો વર્લ્ડ કપ જોશે કોણ?
 
લોકોએ લગાવી ક્લાસ