બુધવાર, 29 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 24 ફેબ્રુઆરી 2021 (13:39 IST)

IND vs ENG: મોટેરામાં આર અશ્વિનની રાહ જોઇ રહ્યો છે આ મોટો રેકોર્ડ

ભારત અને ઇંગ્લેંડ વચ્ચે 4 મેચોની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ 24 ફેબ્રુઆરી એટલે કે આજથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાશે. આ સીરીઝ પહેલાં ટેસ્ટમાં ઇગ્લેંડે ભારતને 227 રનથી માત આપી હતી. જ્યારે બીજી ટેસ્ટ મેચમાં ભારતે શાનદાર વાપસી કરતાં 317 રન બનાવી જીત પ્રાપ્ત કરી હતી. બીજી ટેસ્ટ મેચમાં ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિનની આગળ ઇંગ્લેંડ નતમસ્તક થઇ ગયું હતું. ઇગ્લેંડ સામે ત્રીજી મેચમાં અશ્વિન પાસે ભારત માટે સૌથી ઝડપી 400 વિકેટ લેવાની તક છે. 
 
રવિચંદ્રન અશ્વિને ભારત માટે અત્યાર સુધી 76 ટેસ્ટ મેચ રમી છે, જેમાં જેમણે 394 વિકેટ લીધી છે. જો તે મોટેરામાં યોજાનારી ત્રીજી મેચમાં 6 વિકેટ લે છે તો તે સૌથી ઝડપી 400 વિકેટ લેનાર ભારતીય ખેલાડી બની જશે. હાલ આ રેકોર્ડ અનિલ કુંબલેના નામે છે. કુંબલેએ ટેસ્ટ મેચોમાં આ મુકામ હાંસિલ કર્યું છે. 
 
રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 400 વિકેટ લેવાના મામલે રિચર્ડ હેડલી અને દક્ષિણ આફ્રીકાના ડેલ સ્ટેનને પાછળ ધકેલી મુકી શકે છે. હેડલી અને સ્ટેને 80-80 ટેસ્ટ મેચોમાં 400 વિકેટ પ્રાપ્ત કરી છે. અશ્વિન પાસે આ બંને મહાન બોલરોને પાછળ છોડવા માટે હજુ 3 ટેસ્ટ મેચની તક છે. 
 
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 400 વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ શ્રીલંકા દિગ્ગજ મુથૈયા મુરલીધરનના નામે છે. મુરલીએ 72 ટેસ્ટમાં આ મુકામ પ્રાપ્ત કર્યું હતું. મોટેરા ટેસ્ટમાં જો અશ્વિન 6 વિકેટ લે છે તો તે સૌથી ઝડપી 400 વિકેટ પુરી કરવાના મામલે બીજા નંબર પર પહોંચી જશે.